Gandhinagar News : ગાંધીનગરના સચિવાલયથી મહાત્મા મંદિર સુધી દોડશે મેટ્રો ટ્રેન, અમદાવાદથી ગાંધીનગર વચ્ચે 53 સ્ટેશન રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં ગાંધીનગર મેટ્રો રેલની કામગીરી વધુ વેગવાન બની, વિજ્યા દશમીના પાવન પર્વે ગાંધીનગરમાં મેટ્રો રેલની ટ્રાયલ રન સચિવાલયથી આગળ વધીને રૂટના અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે.
રૂટ પરના 53 સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં મેટ્રો રેલની કામગીરી વધુ વેગવંતી બની છે અને હાલ સચિવાલય સુધી દોડવવામાં આવતી મેટ્રો રેલને વધુ પાંચ સ્ટેશન અક્ષરધામ, જુના સચિવાલય, સેક્ટર-16 અને સેક્ટર-24 તથા અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી ટ્રાયલ રન શરૂ થઈ છે. આ ટ્રાયલ રન પૂર્ણ થયા પછી કમિશનર મેટ્રો રેલ સેફ્ટી – CMRS સમક્ષ જરૂરી મંજૂરીઓ માટે દરખાસ્ત કરવામાં આવશે અને નૂતન વર્ષના આરંભમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલની સગવડ મળતી થશે. આ કામગીરી પૂરી થવાથી અમદાવાદ અને ગાંધીનગરના કુલ 68 કિલોમીટરના રૂટ પરના 53 સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે અને મુસાફરી વધુ સસ્તી આરામદાયક અને પ્રદૂષણમુક્ત બનશે.
What's Your Reaction?






