Gandhinagar News: 23 IPS અધિકારીઓને જિલ્લાની જવાબદારી સોંપાઈ, જાણો શું કામગીરી કરશે

Feb 5, 2026 - 20:00
Gandhinagar News: 23 IPS અધિકારીઓને જિલ્લાની જવાબદારી સોંપાઈ, જાણો શું કામગીરી કરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થશે. જેથી સરકાર લોકોના કામો પૂર્ણ કરવા માટે એક્શનમાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓને નવી નવી જવાબદારીઓ સોંપી રહ્યાં છે. તેમણે સચિવોને જિલ્લાના પ્રભારી તરીકેનો ભાર સોંપ્યો છે. હવે રાજ્યના IPS અધિકારીઓને પણ જિલ્લાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

મહિનામાં બે વાર જિલ્લા મુલાકાત લેશે IPS

રાજ્ય સરકારે હવે એક નિર્ણય જાહેર કર્યો છે કે, રાજ્યના 23 IPS અધિકારીઓ હવે જિલ્લાની દેખરેખ રાખશે. આ 23 ઉચ્ચ પોલીસ અધિકારીઓને જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. આ અધિકારીઓ એક મહિનામાં બે વખત તેમને સોંપવામાં આવેલા જિલ્લાની મુલાકાત લેશે. તેઓ જિલ્લા પોલીસ વડાની કચેરી અને જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં તપાસ કરશે. તેમને ફરિયાદી સાથે પણ મુલાકાત કરવા માટે સૂચના આપવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં આવેલી અરજીઓની ચકાસણી પણ કરવાની રહેશે અને દફતરે થયેલી અરજીઓની પણ ચકાસણી કરવાની રહેશે.


આ પણ વાંચોઃ PM Modi in Rajya Sabha : કોંગ્રેસના યુવરાજે શીખ સમુદાયનું અપમાન કર્યું, આસામના લોકોનું અપમાન કર્યું : વડાપ્રધાન મોદી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0