Gandhinagar News: 2014 પહેલા ગરીબો ઝૂંપડામાં રહેવા મજબૂર હતાં, 12 વર્ષમાં તેમને પાકા મકાન મળ્યા: હર્ષ સંઘવી

Jun 19, 2026 - 20:30
Gandhinagar News: 2014 પહેલા ગરીબો ઝૂંપડામાં રહેવા મજબૂર હતાં, 12 વર્ષમાં તેમને પાકા મકાન મળ્યા: હર્ષ સંઘવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

યુવાનોને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય ભાગીદાર બનાવવા તથા તેમના વિચારો અને સૂચનોને રાષ્ટ્રીય વિકાસના માર્ગ સાથે જોડવાના હેતુથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી NFSU ગાંધીનગર ખાતે NAMO યુવા સંવાદ વિકસિત ભારત બ્લ્યુ પ્રિન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.નાયબ મુખ્યમંત્રીએ યુવાનો સાથે સંવાદ સાધીને વિકસિત ભારતના વિઝન અંગે માર્ગદર્શન આપ્યું હતું. 

ગરીબોને સન્માનજનક જીવન આપવામાં આવ્યું

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,વર્ષ 2014થી અત્યારસુધીમાં દેશમાં કૃષિ,અર્થતંત્ર, મોબિલિટી, કાયદો અને વ્યવસ્થા, યુવા અને મહિલા સશક્તીકરણ ક્ષેત્રે અદભૂત વિકાસ થયો છે.જેના આપણે સૌ લાભાર્થીઓ છીએ. વર્ષ 2014પહેલાં દેશના ગરીબો કાચા ઝૂંપડાઓમાં રહેવા મજબૂર હતા પરંતુ છેલ્લા 12 વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 4 કરોડથી વધુ પાકા મકાનો બનાવીને ગરીબોને સન્માનજનક જીવન આપવામાં આવ્યું છે.વર્ષ 2014પહેલાં દેશના 50 ટકાથી વધુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો બેંકિંગ સિસ્ટમથી વંચિત હતા.જેમને હવે પ્રથમ વખત પોતાના બેંક ખાતાનો હક મળ્યો છે.આ આંકડાઓ માત્ર સરકારી યોજના નથી,પરંતુ ગરીબોના જીવનસ્તરને ઊંચું લાવવાની દેશની મક્કમ પ્રતિબદ્ધતા છે.

સસ્તા દરે વિમાન પ્રવાસનું સપનું પૂરું કરી રહ્યા છે

તેમણે જણાવ્યું હતું કે,દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે,અટલ ટનલ જેવા અનેક પ્રોજેક્ટ્સથી નાગરિકોની મુસાફરીનો સમય અને ઈંધણની મોટી બચત થઈ રહી છે. આઝાદીથી વર્ષ 2014 સુધી જેટલા એરપોર્ટ હતા તેના કરતાં વર્ષ 2026 સુધીમાં અઢી ગણા વધુ નવા એરપોર્ટ વિકસાવવામાં આવ્યા છે.જ્યારે ઉડાન યોજના થકી સામાન્ય નાગરિક અને વડીલો પણ સસ્તા દરે વિમાન પ્રવાસનું સપનું પૂરું કરી રહ્યા છે.ગિફ્ટ સિટીનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે એક સમયે વિવેચકો જેને દિવસે જોયેલું સપનું ગણાવતા હતા.તે આજે એક વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે સાકાર થયું છે.નવી પેઢીના યુવા સ્ટાર્ટઅપ્સે પણ ટૂંકા ગાળાના નફા પાછળ દોડવાને બદલે બિઝનેસના લાંબાગાળાના અને ટકાઉ મોડલ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

આ પણ વાંચોઃ Vadodara News: ગાડીના માલિકને લાફો મારવો ભારે પડ્યો, પોલીસ કમિશ્નરે PSIની કંટ્રોલ રૂમમાં બદલી કરી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0