Gandhinagar News: સોશિયલ મીડિયામાં અફવાઓ સામે મોનિટરિંગ તેજ કરાશે, પોલીસને સતર્ક રહેવા સૂચના

Jul 22, 2026 - 23:30
Gandhinagar News: સોશિયલ મીડિયામાં અફવાઓ સામે મોનિટરિંગ તેજ કરાશે, પોલીસને સતર્ક રહેવા સૂચના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્ય પોલીસ વડા જી.એસ.મલિકની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.જેમાં રાજ્યના તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા અને એસઆરપી અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.આ બેઠકમાં રાજ્યની કાયદો અને વ્યવસ્થાની વર્તમાન સ્થિતિની વિગતવાર આંકલન કરવામાં આવ્યું હતું. જી.એસ.મલિકે સમગ્ર પોલીસ તંત્રને સતત સતર્ક રહીને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તથા તમામ સરકારી મિલકતો અને કચેરીઓની સુરક્ષા વધારવા કડક નિર્દેશ આપ્યા હતા. 

ફેક વીડિયો અને અફવાઓ પર કડક નજર

આ ઉપરાંત સોશિયલ મીડિયા પર AI દ્વારા બનાવવામાં આવતા ફેક વીડિયો અને અફવાઓ પર કડક નજર રાખવા માટે સાયબર મોનિટરિંગ વધારે તેજ કરવા તાકીદ કરવામાં આવી હતી.દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી ભારે વરસાદની વિકટ સ્થિતિ અંગે પણ બેઠકમાં ખાસ સમીક્ષા કરવામાં આવી હતી.વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત બચાવ અને લોકોના સુરક્ષિત સ્થળાંતર માટે પોલીસ વિભાગને સંપૂર્ણ એલર્ટ રહેવા આદેશ અપાયા છે. સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંકલન જાળવીને કામગીરી કરવા તેમજ નાગરિકોની સલામતી અને વાહનવ્યવહારની સુગમતા જળવાઈ રહે તે માટે પોલીસ અને SRPની ટીમોને એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે.

ભારે વરસાદ અને તેના કારણે ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા

આ બેઠકમાં બીજો મુખ્ય ભાર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં થઈ રહેલા ભારે વરસાદ અને તેના કારણે ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા પર મૂકવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતર, રાહત-બચાવ કામગીરી અને આપત્તિ વ્યવસ્થાપન માટે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહીને પોલીસ કાફલાને ખડેપગે રાખવા સૂચના અપાઈ હતી.વરસાદી વાતાવરણ વચ્ચે નાગરિકોની સુરક્ષા, વાહનવ્યવહારની નિયમિતતા અને ઈમરજન્સી સેવાઓ અવરોધાય નહીં તે માટે SRP ની ટીમો અને સ્થાનિક પોલીસને એલર્ટ મોડ પર રાખવા જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Surat News: જિલ્લા કલેક્ટરે ભારે વરસાદની આગાહીને પગલે અફવાઓથી દૂર રહેવા અપીલ કરી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0