Ahmedabad News : વતને જવું બન્યું મુસીબત! કાલુપુર સ્ટેશને ટિકિટ માટે લાંબી કતારો અને મુસાફરોની બેહાલ સ્થિતિ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળીના પાવન તહેવારોમાં પોતાના વતન અને પરિવારજનો સાથે તહેવાર ઉજવવા માટે જઈ રહેલા મુસાફરો માટે અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન હાલ અસુવિધાનું કેન્દ્ર બન્યું છે. "વતનની વાટમાં વિઘ્ન" સમાન સ્થિતિ સર્જાઈ છે કારણ કે રેલવેની વહીવટી વ્યવસ્થામાં રહેલા મોટા છિદ્રોના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટહેવારોની સિઝનમાં અચાનક વધી ગયેલા પ્રવાસીઓના પ્રવાહ સામે રેલવે તંત્રના તમામ દાવાઓ પોા પોલ ખોલતા સાબિત થયા છે, જેના કારણે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કન્ફર્મ ટિકિટ માટે બે દિવસથી રાહ
હજારોની સંખ્યામાં મુસાફરોને નિયમિત ટિકિટ કે રિઝર્વેશન ન મળતા તેઓ અત્યંત પરેશાન થઈ ગયા છે. પરિસ્થિતિ એવી છે કે મુસાફરોને કન્ફર્મ ટિકિટ મેળવવા માટે બે-બે દિવસ સુધી રાહ જોવી પડી રહી છે. તત્કાલ ટિકિટ મેળવવા માટે વહેલી સવારથી જ રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને કાઉન્ટર બહાર લાંબી-લાંબી કતારો લાગી છે. ટિકિટ મેળવવાની આ અંદરોઅંદરની પડાપડીમાં સિનિયર સિટીઝનો, મહિલાઓ અને બાળકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.
પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવા અપીલ
સ્ટેશન પર બેકાબૂ બનેલી ભીડ અને અરાજકતા વચ્ચે મુસાફરોની સુરક્ષા સામે પણ જોખમ ઊભું થયું છે, જેને લઈને પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની પ્રબળ અપીલ કરવામાં આવી રહી છે. દર વર્ષે દિવાળી પર ટ્રેનોમાં થતી ભારે ભીડ અંગે અગાઉથી ખબર હોવા છતાં રેલવે વિભાગ દ્વારા પૂરતી સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન ન કરવાને કારણે રેલવે વિભાગના આયોજન સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. જો વહેલી તકે વધારાની ટ્રેનો દોડાવવામાં નહીં આવે તો સ્થિતિ વધુ વણસી શકે છે.
આ પણ વાંચો : Ahmedabad News : કેકે જ્વેલર્સના કૈલાશ કાબરા દ્વારા અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટને રૂ. 51 લાખનું યોગદાન, પોલીસ કર્મચારીઓની નિષ્ઠાને સલામ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

