Ahmedabad News: શહેરમાં 10 મહિનામાં NDPSના 188 કેસ નોંધાયા,પોલીસે 286 આરોપીને પકડ્યા

Nov 5, 2026 - 13:00
Ahmedabad News: શહેરમાં 10 મહિનામાં NDPSના 188 કેસ નોંધાયા,પોલીસે 286 આરોપીને પકડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન મેગા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર અને હેરાફેરી સામે ચાલી રહેલી કડક કાર્યવાહી અંતર્ગત વર્ષ 2026ના ઓક્ટોબર સુધીમાં NDPSના 188 કેસ નોંધાયા છે.આ કેસોમાં પોલીસે 286 આરોપીઓની ધરપકડ કરીને રૂ.42 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસનું આ અભિયાન ચાલુ હોવા છતાં શહેરમાં વારંવાર વિદેશી દારુ અને ડ્રગ્સ સહિતના માદક દ્રવ્યો ઝડપાઈ રહ્યાં છે. 

ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસ તંત્ર સતત સક્રિય

ગત વર્ષના ઓક્ટોબર માસ સુધીમાં નોંધાયેલા NDPSના 55 કેસોની સામે ચાલુ વર્ષે સમાન ગાળામાં 133 કેસનો વધારો નોંધાયો છે.આ વધારા સાથે પોલીસની સક્રિય કામગીરીમાં સીધો 240 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.નશીલા પદાર્થોના દૂષણને ડામી દેવા માટે શહેરના તમામ 48 પોલીસ સ્ટેશનોમાં ખાસ એન્ટી નાર્કોટિક સેલ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.જેમાં કુલ 240 જેટલા સમર્પિત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.આ ઉપરાંત ઝીણવટભરી દેખરેખ માટે સેક્ટર-1 અને સેક્ટર-2માં અલગ એન્ટી નાર્કોટિક વિંગ પણ ઊભી કરવામાં આવી છે.આ સમગ્ર વ્યવસ્થાની સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ એટલે કે SOG અને ક્રાઈમ બ્રાન્ચની વિશેષ ટીમો પણ ડ્રગ્સ માફિયાઓ સામે સતત સક્રિય રહીને સંયુક્ત કાર્યવાહી કરી રહી છે.

લોકજાગૃતિ કેળવવા માટે 102 જેટલા વિવિધ કાર્યક્રમો

શહેર એસઓજીની ટીમે હાથ ધરેલી એક વિશિષ્ટ કાર્યવાહી દરમિયાન એક જ કેસમાંથી રૂ.7 કરોડથી વધુની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો હતો.ડ્રગ્સના મોટા સપ્લાયરોને ઝડપી પાડવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ સાથે સંકલન સાધીને એક મોટું સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.જેમાં તપાસ ટીમોએ સાથે મળીને રૂ.25 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી લેવામાં મોટી સફળતા મેળવી હતી.આ સંયુક્ત કાર્યવાહીથી સાબિત થાય છે કે પોલીસ આંતરશહેરી ડ્રગ્સ રેકેટ પર પણ કડક સકંજો કસી રહી છે. શહેરમાં સક્રિય ડ્રગ્સના સમગ્ર નેટવર્કને જડમૂળથી નાબૂદ કરવાનો મુખ્ય લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.શહેરમાં નશાના દુષણ સામે લોકજાગૃતિ કેળવવા માટે 102 જેટલા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.આ ઉપરાંત 200થી વધુ નશાના સેવનકર્તાઓને સમાજના મુખ્ય પ્રવાહમાં પાછા લાવવા માટે તેમના પુનર્વસનની સઘન કામગીરી હાથ ધરાઈ છે.

આ પણ વાંચોઃ Gangotri Highway Accident: ગંગોત્રી હાઇવે પર નદીમાં ખાબકી ગુજરાતના શ્રદ્ધાળુઓની કાર.. 4 લોકોના મોત



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0