Gandhinagar News: રાજ્યના ST નિગમના કર્મચારીઓની દિવાળી સુધરી, સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના હજારો કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે દિવાળી પહેલા જ કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને જાહેરાત કરી છે. ST નિગમના કર્મચારીઓને હવે 60 ટકા મોંઘવારી ભથ્થુ મળવા પાત્ર થશે. અત્યાર સુધી 58 ટકા મોંઘવારી ભથ્થુ મળતુ હતું.
મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરાશે
ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો લાભ ST નિગમના તમામ પાત્રતા ધરાવતા કર્મચારીઓને મળશે. બે ટકા વધારવામાં આવેલા મોંઘવારી ભથ્થાની સાથે કર્મચારીઓને વધારાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી કરોડો રૂપિયાનો વધારાનો બોજ આવશે. જેનાથી કર્મચારીઓને દિવાળી પહેલા જ મોટો લાભ મળશે.

નાયબ મુખ્યમંત્રીએ એક્સ પર પોસ્ટ કરી જાણકારી આપી
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, કર્મયોગીઓનું હિત એ જ રાજ્ય સરકારની પ્રાથમિકતા! આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત એસ.ટી.નિગમના લાખો કર્મચારીઓના હિતમાં એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.નિગમના પરિશ્રમી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે.આ વધારા સાથે હવેથી કર્મચારીઓને 60 ટકાના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.આ ઉપરાંત, કર્મચારીઓને વધારાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવામાં આવશે.
મોંઘવારી ભથ્થુ કેમ આપવામાં આવે છે?
સરકારી કર્મચારીઓને સરકાર મોંઘવારી ભથ્થુ આપે છે. મોંઘવારી વધવા છતાં સરકારી કર્મચારીઓનું જીવનધોરણ જળવાઈ રહે તે માટે આપવામાં આવે છે. મોંઘવારી ભથ્થાના નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓ અને પેન્શન ધારકોને આપવામા આવતુ હોય છે. દેશની વર્તમાન સ્થિતિ પ્રમાણે દર 6 મહિને મોંઘવારી ભથ્થાની ગણતરી કરવામાં આવે છે. ત્યાર બાદ પગાર ધોરણના આધારે કર્મચારીઓના મુળ પગાર પ્રમાણે ગણવામાં આવે છે. શહેરી, અર્ધ-શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં ફરજ પર રહેલા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાનો નિયમ અલગ હોઈ શકે છે.
આ પણ વાંચોઃ Vadodaraના સાવલીમાં બેફામ ડમ્પરચાલકે નોકરી પરથી ઘરે ફરતા બે યુવાનોના લીધા ભોગ!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

