Gandhinagar: રાજ્યમાં શેરબજારના નામે ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ, 29 આરોપી ઝડપાયા

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં રોકાણ કરાવવાની લાલચ આપી છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. ખાસ કરીને મહેસાણા જિલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ અને સતલાસણા વિસ્તારમાં છેતરપિંડીનું આ નેટવર્ક ચાલી રહ્યું હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ ગાંધીનગરના રેન્જ IGએ સમગ્ર મામલાના મૂળ સુધી પહોંચવા માટે DYSPની અધ્યક્ષતામાં એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. એ ટીમે મહેસાણા જિલ્લામાં નોંધાયેલા ગુનાઓની તપાસ હાથ ધરતાં તેના તાર ગાંધીનગરના દંતાલી ગામ સુધી પહોંચ્યા હતા. પોલીસે દરોડો પાડતાં ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ થયો હતો. પોલીસે અત્યાર સુધીમાં કુલ 29 આરોપીને ઝડપી પાડ્યા છે. આ તમામ લોકોએ રાજ્યના અલગ અલગ લોકો ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ નિશાન બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. એની છેતરપિંડીનો આંક 27 કરોડ આસપાસ થવા જાય છે. મહેસાણા જિલ્લામાં ફરિયાદો ઊઠતાં પોલીસ સતર્ક બની હતી મહેસાણા જિલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા વિસ્તારમાં સંગઠિત ગેંગો દ્વારા આ પ્રકારની છેતરપિંડી મામલે ફરિયાદો ઊઠી હતી. વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા પો.સ્ટે.માં ગુના તથા જાણવા જોગ દાખલ થયેલી હતી. આવી ગેરકાયદે પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તેમજ તપાસમાં એકસૂત્રતા જળવાઇ રહે એ અર્થે ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવે ગાંધીનગર ડિવિઝનના નાયબ પોલીસ અધીક્ષક ડી.ટી. ગોહિલની અધ્યક્ષતામાં એક ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. આ ટીમે ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધીક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રથમ વડનગર સ્માર્ટ પો.સ્ટે.માં દાખલ થયેલા ગુનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી તેમજ સાથોસાથ આવા શેરબજારના ટ્રેડિંગના ઓથાર હેઠળ છેતરપિંડી કરવા બાબતેની મહેસાણા જિલ્લાના અલગ-અલગ પો.સ્ટે. દાખલ થયેલી કુલ-12 જાણવા જોગની તપાસ હાથ ધરી હતી. આ પૈકી 3 જાણવા જોગના કામે 19 ઇસમો વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ થયો હતો. પોલીસે આ કેસમાં 5 આરોપીની અટક કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. દંતાલીમાં શેડ ભાડે રાખી નેટવર્ક ચલાવાતું હતું ઉપરોક્ત ગુના / જાણવા જોગની તપાસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સક્રિય થતાં મહેસાણા જિલ્લામાં આવી શેરબજારના ઓથાર હેઠળ ચાલતી ડબ્બા ટ્રેડિંગની પ્રવૃત્તિ કરતી એક સક્રિય ગેંગના સભ્યો પ્રિર્યશ ઉર્ફે પી.પી. પ્રકાશભાઇ રાવળ, મીત પ્રકાશભાઇ રાવળ (બન્ને- રહે. વડનગર) તથા નરેશજી કાંતીજી ઠાકોર( વિસનગર) મહેસાણા જિલ્લા વિસ્તારની હદ છોડી કલોલ તાલુકા દંતાલી ગામની સીમમાં ગ્રીનવૂડ ફેઝ-4, પ્રેરણાધામ નામનો શેડ ભાડે રાખ્યો હતો. એમાં કેટલાક ઇસમોને કોલર તરીકે બેસાડી શેરબજારના નામે લોકો સાથે છેતરપિંડી કરતા હોવાની ચોક્કસ બાતમી હકીકત એલ.સી.બી-1, ગાંધીનગરને મળતાં સ્પે.ઇન્વે.ટીમના પીઆઈ ડી.બી.વાળાના માર્ગદર્શન હેઠળ રેડ માટે એક ખાસ ટીમ તૈયાર કરી હતી. ટીમે રેડ કરતાં કુલ-24 ઇસમને પકડી પાડવામાં આવ્યા હતા. શું હતી આરોપીઓની મોડસ ઓપરેન્ડી? છેલ્લા ઘણા સમયથી વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા વિસ્તારના યુવાનો ગેંગ બનાવી શેરબજારમાં રોકાણ કરવા ઇચ્છતા લોકોના મોબાઇલ નંબરો આપી તેમની સાથે કોલ કરાવી કોલર તરીકે કેવી રીતે વાત કરવી એની ટ્રેનિંગ એકબીજાને આપતા હતા. આ લોકો 'નમસ્તે સર... આપ શેર માર્કેટ મે ટ્રેડિંગ કરના ચાહતે હો?, હમ એન્જલ વન, માર્કેટ પલ્સ શેર કંપની કે એડવાઇઝર (કમિશન એજન્ટ) હૈ, હમ આપ કો શેર માર્કેટ મેં પ્રોફિટ દિલા સકતે હૈ "એવી હિન્દીમાં વાત કરી લાલચ આપી નક્કી કરેલા બેન્ક એકાઉન્ટોમાં શેરબજારમાં ઇન્વેસ્ટના નામે લોકો પાસે પૈસા ટ્રાન્સફર કરાવી એ પૈસા અન્ય એકાઉન્ટમાં તથા સેલ્ફ ચેક તેમજ એ.ટી.એમ.થી મેળવી લઇ છેતરપિંડી કરતા હતા. આરોપીઓ પાસેથી આ વસ્તુઓ કબજે લેવામાં આવી દંતાલી પાસે શેડમાં ચાલતા ડબ્બા પર દરોડો પાડી પોલીસે મોબાઇલ ફોન નંગ - 70, લેપટોપ નંગ - 2, લેપટોપ ચાર્જર, કી બોર્ડ, પેન ડ્રાઇવ નંગ - 1, ચાર્જર નંગ - 11, ઇન્ટરનેટ રાઉટર, રોકડ રકમ, એક્ટિવા, ફોર-વ્હીલર કાર, નાણાંના હિસાબ માટે રાખવામાં આવેલી નોટબુક, ચોપડા નંગ-6 અને અલગ અલગ વ્યક્તિઓનાં નામ, મેઇલ આઇડી કોન્ટેક્ટ નંબરની વિગત લખેલ’ છૂટા કાગળો પેજ નંગ - 67 તેમજ ડેબિટકાર્ડ, પાનકાર્ડ તેમજ અલગ અલગ કંપનીનાં સિમકાર્ડ કવર નંગ – 28માં રાખેલાં કુલ સિમકાર્ડ નંગ - 32 મળી કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. એ બાબતે પણ સાયબર એક્સપર્ટની મદદથી ડેટા ડિલિટ થયેલા રિકવર કરવાની તજવીજ ચાલુ છે. 42 બેંક એકાઉન્ટમાં 27 કરોડ 81 લાખનાં ટ્રાન્ઝેક્શન કર્યાં પોલીસની તપાસમાં 42 બેંક એકાઉન્ટમાં 27 કરોડ 81 લાખ 45 હજાર 501ની કુલ 37 ફરિયાદો નોંધાઈ છે, જેમાં બે ફરિયાદ ગુજરાત બહારની છે. આ સમગ્ર રેકેટ જોતાં આરોપીઓ બી.એમ એન્ટરપ્રાઇઝ, રમેશ એન્ટરપ્રાઇઝ, હબ ઓફ બ્રોકરેજીસ, બ્રોકરેજ ફાર્મ, ઓમ એન્ટરપ્રાઇઝ, શ્રી સિદ્ધેશ્વરી નોવેલ્ટી એન્ડ ગાર્મેન્ટ, રોયલ MMM, આર.વી.એન્જિનિયરિંગ, કેશર એન્ટરપ્રાઇઝ જેવી અલગ-અલગ ફર્મ (પેઢી)નાં કરન્ટ એકાઉન્ટ- બિઝનેસ એકાઉન્ટ તથા અલગ-અલગ વ્યક્તિઓનાં સેવિંગ એકાઉન્ટ મળી હાલ સુધી આશરે કુલ-42 જેટલાં બેન્ક એકાઉન્ટની વિગતો તપાસ દરમિયાન મળી છે, જે પૈકી 19 બેન્ક એકાઉન્ટની માહિતી હાલ સુધી મળી આવી છે. એમાં કુલ આશરે રૂપિયા 26,65,78,471 ફ્રોડ કરીને તેમજ ઓનલાઇન ટ્રાન્ઝેશનથી એક કરોડ પંદર લાખ સડસઠ હજાર ત્રીસ રૂપિયા આંગડિયા પેઢી મારફત હવાલાથી અલગ-અલગ ભોગ બનનારા ગ્રાહકો પાસેથી મેળવી લેવાયા છે. ડેટા રિકવર કરવાની તજવીજ ચાલુ પકડાયેલા આરોપીઓ મોટા ભાગે મોબાઇલ ફોન, લેપટોપનો ઉપયોગ કરતા તેમજ નાણાં ટ્રાન્સફર માટે બેન્ક એકાઉન્ટો સિવાય ક્યૂઆર કોડ, એરટેલ પેમેન્ટ બેન્ક જેવી એપ્લિકેશનની ઉપયોગ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાથી સાયબર એક્સપર્ટ તથા એફ.એસ.એલ ની મદદથી ડેટા રિકવર કરવાની તજવીજ ચાલુ છે. સમગ્ર નેટવર્કના પાંચ માસ્ટર માઈન્ડ આ તમામ ગુનાઓની તપાસમાં મુખ્ય સૂત્રધાર તરીકે નરેશજી કનુજી ઠાકોર (રહે, સબલપુર, વડનગર), મૌલિકસિંહ માનસિંહ ચાવડા (રહે, નવા ગામ તા. તલોદ) પ્રેર્યશ ઉર્ફે પી.પી. પ્રકાશભાઇ રાવળ (રહે. વડનગર), મિત પ્રકાશભાઇ રાવળ (રહ

Gandhinagar: રાજ્યમાં શેરબજારના નામે ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ, 29 આરોપી ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં રોકાણ કરાવવાની લાલચ આપી છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. ખાસ કરીને મહેસાણા જિલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ અને સતલાસણા વિસ્તારમાં છેતરપિંડીનું આ નેટવર્ક ચાલી રહ્યું હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ ગાંધીનગરના રેન્જ IGએ સમગ્ર મામલાના મૂળ સુધી પહોંચવા માટે DYSPની અધ્યક્ષતામાં એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. એ ટીમે મહેસાણા જિલ્લામાં નોંધાયેલા ગુનાઓની તપાસ હાથ ધરતાં તેના તાર ગાંધીનગરના દંતાલી ગામ સુધી પહોંચ્યા હતા.


પોલીસે દરોડો પાડતાં ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ થયો હતો. પોલીસે અત્યાર સુધીમાં કુલ 29 આરોપીને ઝડપી પાડ્યા છે. આ તમામ લોકોએ રાજ્યના અલગ અલગ લોકો ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ નિશાન બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. એની છેતરપિંડીનો આંક 27 કરોડ આસપાસ થવા જાય છે.

મહેસાણા જિલ્લામાં ફરિયાદો ઊઠતાં પોલીસ સતર્ક બની હતી

મહેસાણા જિલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા વિસ્તારમાં સંગઠિત ગેંગો દ્વારા આ પ્રકારની છેતરપિંડી મામલે ફરિયાદો ઊઠી હતી. વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા પો.સ્ટે.માં ગુના તથા જાણવા જોગ દાખલ થયેલી હતી. આવી ગેરકાયદે પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તેમજ તપાસમાં એકસૂત્રતા જળવાઇ રહે એ અર્થે ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવે ગાંધીનગર ડિવિઝનના નાયબ પોલીસ અધીક્ષક ડી.ટી. ગોહિલની અધ્યક્ષતામાં એક ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. આ ટીમે ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધીક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રથમ વડનગર સ્માર્ટ પો.સ્ટે.માં દાખલ થયેલા ગુનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી તેમજ સાથોસાથ આવા શેરબજારના ટ્રેડિંગના ઓથાર હેઠળ છેતરપિંડી કરવા બાબતેની મહેસાણા જિલ્લાના અલગ-અલગ પો.સ્ટે. દાખલ થયેલી કુલ-12 જાણવા જોગની તપાસ હાથ ધરી હતી. આ પૈકી 3 જાણવા જોગના કામે 19 ઇસમો વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ થયો હતો. પોલીસે આ કેસમાં 5 આરોપીની અટક કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

દંતાલીમાં શેડ ભાડે રાખી નેટવર્ક ચલાવાતું હતું ઉપરોક્ત ગુના / જાણવા જોગની તપાસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સક્રિય થતાં મહેસાણા જિલ્લામાં આવી શેરબજારના ઓથાર હેઠળ ચાલતી ડબ્બા ટ્રેડિંગની પ્રવૃત્તિ કરતી એક સક્રિય ગેંગના સભ્યો પ્રિર્યશ ઉર્ફે પી.પી. પ્રકાશભાઇ રાવળ, મીત પ્રકાશભાઇ રાવળ (બન્ને- રહે. વડનગર) તથા નરેશજી કાંતીજી ઠાકોર( વિસનગર) મહેસાણા જિલ્લા વિસ્તારની હદ છોડી કલોલ તાલુકા દંતાલી ગામની સીમમાં ગ્રીનવૂડ ફેઝ-4, પ્રેરણાધામ નામનો શેડ ભાડે રાખ્યો હતો. એમાં કેટલાક ઇસમોને કોલર તરીકે બેસાડી શેરબજારના નામે લોકો સાથે છેતરપિંડી કરતા હોવાની ચોક્કસ બાતમી હકીકત એલ.સી.બી-1, ગાંધીનગરને મળતાં સ્પે.ઇન્વે.ટીમના પીઆઈ ડી.બી.વાળાના માર્ગદર્શન હેઠળ રેડ માટે એક ખાસ ટીમ તૈયાર કરી હતી. ટીમે રેડ કરતાં કુલ-24 ઇસમને પકડી પાડવામાં આવ્યા હતા.

શું હતી આરોપીઓની મોડસ ઓપરેન્ડી? છેલ્લા ઘણા સમયથી વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા વિસ્તારના યુવાનો ગેંગ બનાવી શેરબજારમાં રોકાણ કરવા ઇચ્છતા લોકોના મોબાઇલ નંબરો આપી તેમની સાથે કોલ કરાવી કોલર તરીકે કેવી રીતે વાત કરવી એની ટ્રેનિંગ એકબીજાને આપતા હતા. આ લોકો 'નમસ્તે સર... આપ શેર માર્કેટ મે ટ્રેડિંગ કરના ચાહતે હો?, હમ એન્જલ વન, માર્કેટ પલ્સ શેર કંપની કે એડવાઇઝર (કમિશન એજન્ટ) હૈ, હમ આપ કો શેર માર્કેટ મેં પ્રોફિટ દિલા સકતે હૈ "એવી હિન્દીમાં વાત કરી લાલચ આપી નક્કી કરેલા બેન્ક એકાઉન્ટોમાં શેરબજારમાં ઇન્વેસ્ટના નામે લોકો પાસે પૈસા ટ્રાન્સફર કરાવી એ પૈસા અન્ય એકાઉન્ટમાં તથા સેલ્ફ ચેક તેમજ એ.ટી.એમ.થી મેળવી લઇ છેતરપિંડી કરતા હતા.

આરોપીઓ પાસેથી આ વસ્તુઓ કબજે લેવામાં આવી દંતાલી પાસે શેડમાં ચાલતા ડબ્બા પર દરોડો પાડી પોલીસે મોબાઇલ ફોન નંગ - 70, લેપટોપ નંગ - 2, લેપટોપ ચાર્જર, કી બોર્ડ, પેન ડ્રાઇવ નંગ - 1, ચાર્જર નંગ - 11, ઇન્ટરનેટ રાઉટર, રોકડ રકમ, એક્ટિવા, ફોર-વ્હીલર કાર, નાણાંના હિસાબ માટે રાખવામાં આવેલી નોટબુક, ચોપડા નંગ-6 અને અલગ અલગ વ્યક્તિઓનાં નામ, મેઇલ આઇડી કોન્ટેક્ટ નંબરની વિગત લખેલ’ છૂટા કાગળો પેજ નંગ - 67 તેમજ ડેબિટકાર્ડ, પાનકાર્ડ તેમજ અલગ અલગ કંપનીનાં સિમકાર્ડ કવર નંગ – 28માં રાખેલાં કુલ સિમકાર્ડ નંગ - 32 મળી કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. એ બાબતે પણ સાયબર એક્સપર્ટની મદદથી ડેટા ડિલિટ થયેલા રિકવર કરવાની તજવીજ ચાલુ છે.

42 બેંક એકાઉન્ટમાં 27 કરોડ 81 લાખનાં ટ્રાન્ઝેક્શન કર્યાં

પોલીસની તપાસમાં 42 બેંક એકાઉન્ટમાં 27 કરોડ 81 લાખ 45 હજાર 501ની કુલ 37 ફરિયાદો નોંધાઈ છે, જેમાં બે ફરિયાદ ગુજરાત બહારની છે. આ સમગ્ર રેકેટ જોતાં આરોપીઓ બી.એમ એન્ટરપ્રાઇઝ, રમેશ એન્ટરપ્રાઇઝ, હબ ઓફ બ્રોકરેજીસ, બ્રોકરેજ ફાર્મ, ઓમ એન્ટરપ્રાઇઝ, શ્રી સિદ્ધેશ્વરી નોવેલ્ટી એન્ડ ગાર્મેન્ટ, રોયલ MMM, આર.વી.એન્જિનિયરિંગ, કેશર એન્ટરપ્રાઇઝ જેવી અલગ-અલગ ફર્મ (પેઢી)નાં કરન્ટ એકાઉન્ટ- બિઝનેસ એકાઉન્ટ તથા અલગ-અલગ વ્યક્તિઓનાં સેવિંગ એકાઉન્ટ મળી હાલ સુધી આશરે કુલ-42 જેટલાં બેન્ક એકાઉન્ટની વિગતો તપાસ દરમિયાન મળી છે, જે પૈકી 19 બેન્ક એકાઉન્ટની માહિતી હાલ સુધી મળી આવી છે. એમાં કુલ આશરે રૂપિયા 26,65,78,471 ફ્રોડ કરીને તેમજ ઓનલાઇન ટ્રાન્ઝેશનથી એક કરોડ પંદર લાખ સડસઠ હજાર ત્રીસ રૂપિયા આંગડિયા પેઢી મારફત હવાલાથી અલગ-અલગ ભોગ બનનારા ગ્રાહકો પાસેથી મેળવી લેવાયા છે.

ડેટા રિકવર કરવાની તજવીજ ચાલુ પકડાયેલા આરોપીઓ મોટા ભાગે મોબાઇલ ફોન, લેપટોપનો ઉપયોગ કરતા તેમજ નાણાં ટ્રાન્સફર માટે બેન્ક એકાઉન્ટો સિવાય ક્યૂઆર કોડ, એરટેલ પેમેન્ટ બેન્ક જેવી એપ્લિકેશનની ઉપયોગ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાથી સાયબર એક્સપર્ટ તથા એફ.એસ.એલ ની મદદથી ડેટા રિકવર કરવાની તજવીજ ચાલુ છે.

સમગ્ર નેટવર્કના પાંચ માસ્ટર માઈન્ડ

આ તમામ ગુનાઓની તપાસમાં મુખ્ય સૂત્રધાર તરીકે નરેશજી કનુજી ઠાકોર (રહે, સબલપુર, વડનગર), મૌલિકસિંહ માનસિંહ ચાવડા (રહે, નવા ગામ તા. તલોદ) પ્રેર્યશ ઉર્ફે પી.પી. પ્રકાશભાઇ રાવળ (રહે. વડનગર), મિત પ્રકાશભાઇ રાવળ (રહે. વડનગર) તેમજ નરેશજી કાન્તિજી ઠાકોર (રહે. વિસનગર શહેર, ફતેહ દરવાજા પાસે) છે. તમામ આરોપીઓને પકડી લેવાયા છે.

પકડાયેલા આરોપીઓ (1) સંગ્રામસિંહ બળદેવજી ગોવાજી ઠાકોર (ઉં.વ.28 રહે. ટીંબાનો વાસ, કડા દરવાજા બહાર, વિસનગર જિ. મહેસાણા) (2) જયેશજી વજાજી ગાંડાજી ઠાકોર (ઉં.વ. 31 રહે. વિસનગર શહેર, કડા દરવાજા બહાર, બહુચરનગર તા. વિસનગર) (3) અર્જુનજી વજાજી ગાંડાજી ઠાકોર (ઉં.વ. 24 રહે. વિસનગર શહેર, કડા દરવાજા પાસે, બહુચરનગર, તા. વિસનગર) (4) આકાશજી મુકેશજી સામતાજી ઠાકોર (ઉં.વ.19 રહે. ગણેશપુરા તાબેલાલીસણા ગામ, તા.વિસનગર) (5) જયમીનજી વિષ્ણુજી અમરાજી ઠાકોર (ઉં.વ. 20 રહે. વિસનગર શહેર, કડા દરવાજા બહાર, વચલોવાસ, તા.વિસનગર) (6) અનિલજી દશરથજી મોહતાજી ઠાકોર (ઉં.વ.20 રહે. ગોઠવા ગામ, કંકુપુરા તા.વિસનગર) (7) ગૌતમજી છનાજી નકનજી ઠાકોર (ઉં.વ.21 રહે. ગણેશપુરા તાબે લાલીસણા ગામ, તા.વિસનગર) (8) મુકેશજી ચમનજી સુજાજી ઠાકોર (ઉં.વ.25 રહે. ગોઠવા ગામ, લાલાજીપુરા, તા.વિસનગર) (9) ભાવેશજી ઉદાજી ફતાજી ઠાકોર (ઉં.વ.21 રહે. ગોઠવા ગામ, કંકુપુરા, તા.વિસનગર) (10) રણજિતજી જયંતીજી નાગરજી ઠાકોર (ઉં.વ.24 રહે. ગોઠવા ગામ, લાલાજીપુરા, તા.વિસનગર) (11) અજિતજી કાળુજી એદાજી ઠાકોર (ઉં.વ.27 રહે. ગોઠવા ગામ, આથમણો વાસ, તા.વિસનગર) (12) જિગરજી અભાજી નરસંગજી ઠાકોર (ઉં.વ.20 રહે. ગણેશપુરા તાબે લાલીસણા ગામ, તા.વિસનગર) (13) નિલેષજી વિજયજી ગંભીરજી ઠાકોર (ઉ.વ.23 રહે. ગોઠવા ગામ, લાલજીપુરા, તા.વિસનગર) (14) મેહુલજી જેસંગજી રૂપસંગજી ઠાકોર (ઉ.વ.19 રહે. ગોઠવા ગામ, કંકુપુરા તા.વિસનગર) (15) લાલુસિંહ કનુસિંહ માનકસિંહ ડાભી (ઉ.વ.25 રહે. વાલાપુરા ગામ, ડાભીવાસ, તા.ઇડર જિ.સાબરકાંઠા) (16) પ્રકાશજી મુકેશજી સોમતાજી ઠાકોર (ઉં.વ.18, રહે. ગણેશપુરા તાબે લાલીસણા ગામ, તા.વિસનગર) (17) રાહુલજી ભીખાજી હરપાલજી ઠાકોર (ઉં.વ.28 રહે. વિસનગર શહેર, કડા દરવાજા બહાર, વચલોવાસ, તા. વિસનગર) (18) અજયજી બાબુજી બેચરજી ઠાકોર (ઉં.વ 27 રહે. વિસનગર શહેર, કડા દરવાજા બહાર, વચલો વાસ, તા. વિસનગર) (19) સિદ્ધારાજજી વિજયજી છનાજી ઠાકોર (ઉં.વ.18 રહે. કડા દરવાજા બહાર, વચલો વાસ, વિસનગર) (20) જયકિશનજી રમેશજી ચંદુજી ઠાકોર (ઉં.વ.21 રહે. ગોઠવા ગામ, લાલાજીપુરા, તા.વિસનગર) (21) સહદેવજી રમેશજી પચાનજી ઠાકોર (ઉં.વ.19 રહે. ગણેશપુરા તાબે લાલીસણા ગામ, તા.વિસનગર) (22) સહેબજી ઉપાજી ગુબબાજી અડોર (ઉં.વ.25 રહે, ગણેશપુરા તાબે બાલીસણા ગામ, તા.વિસનગર) (23) અનુરાગ નિલેશભાઈ બાબુલાલ બારોટ (ઉં.વ.22 રહે. પેઢીવાળો માહ, અર્જુનબારી દરવાજા, વડનગર, જી.મહેસાણા) (24) રોહિતજી જસાજી કાનાજી ઠાકોર (ઉં.વ.23 રહે. ચલુવા ગામ, આંબલિયાસણ રોડ ઉપર, તા. મહેસાણા)

રેન્જ આઇજીની જાહેર જનતાને અપીલ આ પ્રકારના ફ્રોડ અંગે રેન્જ આઈજીએ જાહેર જનતાને અપીલ કરી છે કે શેરબજારના માધ્યમથી શેર લે-વેચમાં વધુ નફો કમાવી આપવાની ટિપ્સ આપવાના બહાને જો કોઇ વ્યક્તિ સાથે છેતરપિંડી કરવામાં આવી હોય તો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના ડીવાયએસપી ડી.ટી.ગોહિલના મોબાઇલ નંબર - 9978408590 તેમજ પીઆઈ ડીબી વાળાના મોબાઇલ નંબર - 9724328430 ઉપર સીધો સંપર્ક કરી શકશે.