Gandhinagar: તમારા કુરિયરમાં ડ્રગ્સ છે તેમ કહી આરોપીએ મહિલા પાસેથી 60લાખ પડાવ્યા
ગાંધીનગરની મહિલા સાથે ઠગાઈ કેસમાં આરોપી ઝડપાયો પોલીસે આરોપી રાકેશ રોશનની પટનાથી કરી ધરપકડ આરોપીઓએ CBIના નામે મહિલા સાથે વાત કરી હતી ગાંધીનગર સાયબર ક્રાઈમમાં થોડાક દિવસ અગાઉ 60 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી,જેમાં આરોપીએ મહિલાને ફોન કરી સીબીઆઈમાંથી બોલુ છુ અને તાઈવાન જતા કુરિયરમાં ડ્રગ્સ મળ્યું છે તેમ કહી ટુકડે-ટુકડે આરોપીએ મહિલા પાસેથી 60 લાખ પડાવ્યા હતા,પોલીસે પટણાથી આરોપીની ધરપકડ કરી છે,તો એક આરોપી હજી ફરાર છે. મહિલાને કોલ કરી 60 લાખ તબક્કાવાર જમા કરાવ્યા મહિલાનું કુરિયર ગાંધીનગરથી તાઈવાન જઈ રહ્યું હતુ,તે વાતની ખબર આરોપીને પડી હતી એટલે તેણે મહિલાને ફોન કર્યો અને સીબીઆઈમાથી બોલુ છુ તેમ કહી ટુકડે-ટુકડે 60 લાખ સેરવી લીધા હતા,મહિલાને પછીતી જાણ થઈ કે કોઈએ નકલી અધિકારી બનીને તેની પાસેથી રૂપિયા લઈ ગયુ ત્યારે તેના પગ જમીન પરથી સરકી ગયા હતો અને પોલીસના શરણે પહોંચ્યા હતા,જયાં પોલીસે પુરાવાના આધારે ફરિયાદ નોંધી હતી. ખાનગી કંપનીનું બેન્ક એકાઉન્ટ બિહારના પટનાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,સમગ્ર ઘટનામાં એક ખાનગી કંપનીનું બેંક એકાઉન્ટ મળી આવ્યું છે જે બિહારના પટનાનું છે અને તેમાં રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા,આ સમગ્ર કાંડ કોઈ એક વ્યકિત નહી પરંતુ બે વ્યકિત દ્રારા કરવામાં આવ્યો હતો,જેમાં એક આરોપી પકડાયો અને પંકજ કુમાર નામનો આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.પોલીસે બેંક પાસેથી વિગતો મેળવી છે અને આરોપીઓએ આવી રીતે કેટલા લોકો પાસેથી રૂપિયા લીધા છે તેને લઈ તપાસ હાથધરી છે. આરોપીઓ સીબીઆઈના નામે મહિલા સાથે વાત કરી મહિલાને ધમકાવી ધમકાવીને આરોપીઓએ તબક્કાવાર 60 લાખ સેરવી લીધા હતા,ખાનગી કંપનીના ખાતામાં રૂપિયા ૬૦ લાખ તબક્કાવાર જમા થયા હતા અને આરોપીઓ તેમાથી રૂપિયા ઉપાડતા હતા,રજીસ્ટર ફોન નંબરનું લોકેશન મેળવી એક આરોપીની બિહારના પટનાથી ધરપકડ કરવામાં આવી છે આ આરોપી ખાનગી કંપનીમાં ડિરેકટર તરીકે ફરજ બજાવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ગાંધીનગરની મહિલા સાથે ઠગાઈ કેસમાં આરોપી ઝડપાયો
- પોલીસે આરોપી રાકેશ રોશનની પટનાથી કરી ધરપકડ
- આરોપીઓએ CBIના નામે મહિલા સાથે વાત કરી હતી
ગાંધીનગર સાયબર ક્રાઈમમાં થોડાક દિવસ અગાઉ 60 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી,જેમાં આરોપીએ મહિલાને ફોન કરી સીબીઆઈમાંથી બોલુ છુ અને તાઈવાન જતા કુરિયરમાં ડ્રગ્સ મળ્યું છે તેમ કહી ટુકડે-ટુકડે આરોપીએ મહિલા પાસેથી 60 લાખ પડાવ્યા હતા,પોલીસે પટણાથી આરોપીની ધરપકડ કરી છે,તો એક આરોપી હજી ફરાર છે.
મહિલાને કોલ કરી 60 લાખ તબક્કાવાર જમા કરાવ્યા
મહિલાનું કુરિયર ગાંધીનગરથી તાઈવાન જઈ રહ્યું હતુ,તે વાતની ખબર આરોપીને પડી હતી એટલે તેણે મહિલાને ફોન કર્યો અને સીબીઆઈમાથી બોલુ છુ તેમ કહી ટુકડે-ટુકડે 60 લાખ સેરવી લીધા હતા,મહિલાને પછીતી જાણ થઈ કે કોઈએ નકલી અધિકારી બનીને તેની પાસેથી રૂપિયા લઈ ગયુ ત્યારે તેના પગ જમીન પરથી સરકી ગયા હતો અને પોલીસના શરણે પહોંચ્યા હતા,જયાં પોલીસે પુરાવાના આધારે ફરિયાદ નોંધી હતી.
ખાનગી કંપનીનું બેન્ક એકાઉન્ટ બિહારના પટનાનું
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,સમગ્ર ઘટનામાં એક ખાનગી કંપનીનું બેંક એકાઉન્ટ મળી આવ્યું છે જે બિહારના પટનાનું છે અને તેમાં રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા,આ સમગ્ર કાંડ કોઈ એક વ્યકિત નહી પરંતુ બે વ્યકિત દ્રારા કરવામાં આવ્યો હતો,જેમાં એક આરોપી પકડાયો અને પંકજ કુમાર નામનો આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.પોલીસે બેંક પાસેથી વિગતો મેળવી છે અને આરોપીઓએ આવી રીતે કેટલા લોકો પાસેથી રૂપિયા લીધા છે તેને લઈ તપાસ હાથધરી છે.
આરોપીઓ સીબીઆઈના નામે મહિલા સાથે વાત કરી
મહિલાને ધમકાવી ધમકાવીને આરોપીઓએ તબક્કાવાર 60 લાખ સેરવી લીધા હતા,ખાનગી કંપનીના ખાતામાં રૂપિયા ૬૦ લાખ તબક્કાવાર જમા થયા હતા અને આરોપીઓ તેમાથી રૂપિયા ઉપાડતા હતા,રજીસ્ટર ફોન નંબરનું લોકેશન મેળવી એક આરોપીની બિહારના પટનાથી ધરપકડ કરવામાં આવી છે આ આરોપી ખાનગી કંપનીમાં ડિરેકટર તરીકે ફરજ બજાવે છે.