Surat: VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ

સુરતમાં ડુમસ રોડ પર આવેલા VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકીઈ-મેઈલ મારફતે બોમ્બથી ઉડાવવાની ધમકી બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ સુરતમાં આવેલા VR મોલને મોટી ધમકી મળી છે. શહેરમાં આવેલા આ મોટા મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સુરતના ડુમસ રોડ પર આવેલા વીઆર મોલને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ મોલમાં તપાસ શરૂ કરી દેવામાં આવી ત્યારે ઈમેઈલ દ્વારા મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ SOG, PCB પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે, આ સાથે જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ મોલમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને મોલમાંથી લોકોને તાત્કાલિક બહાર મોકલી દેવામાં આવ્યા છે અને મોલ ખાલી કરી દેવામાં આવ્યો છે. અગાઉ પણ વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી રક્ષાબંધનના તહેવારના દિવસે જ વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ ચર્ચાનો વિષય શરૂ થયો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.યુરોપના એક દેશમાંથી VR મોલમાં મેઈલ કરવામાં આવ્યો હતો તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા પણ આ મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેઈલ દ્વારા મળી હતી અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની માહિતી મળતા જ સુરત પોલીસ દોડતી થઈ હતી. જો કે તે સમયે પણ તમામ તપાસ કર્યા બાદ મોલમાં કોઈ પણ જગ્યાએ બોમ્બ મળ્યો નહતો અને ત્યારબાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ સુરત સાયબર ક્રાઈમની ટીમે તપાસ શરૂ કરી હતી અને તેમાં સામે આવ્યું હતું કે મેઈલ યુરોપના એક દેશમાંથી કરવામાં આવ્યો હતો અને તે પણ કોઈ સાયબર એકસપર્ટે કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી, બીડીએસની ત્રણ ટીમે ધાર્યા કરતા વહેલા સમયમાં તપાસ પૂર્ણ કરી લીધી હતી અને બોમ્બ અને ડોગ સ્ક્વોડની ત્રણ ટીમ કામે લાગી હતી. ઉલ્લેખનીય છે કે VR મોલના ઓફિશિયલ ઈમેઈલ આઈડી પર આ ઈમેઈલ કરવામાં આવ્યો હતો.

Surat: VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં ડુમસ રોડ પર આવેલા VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
  • ઈ-મેઈલ મારફતે બોમ્બથી ઉડાવવાની ધમકી
  • બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ

સુરતમાં આવેલા VR મોલને મોટી ધમકી મળી છે. શહેરમાં આવેલા આ મોટા મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સુરતના ડુમસ રોડ પર આવેલા વીઆર મોલને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.

બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ મોલમાં તપાસ શરૂ કરી દેવામાં આવી

ત્યારે ઈમેઈલ દ્વારા મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ SOG, PCB પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે, આ સાથે જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ મોલમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને મોલમાંથી લોકોને તાત્કાલિક બહાર મોકલી દેવામાં આવ્યા છે અને મોલ ખાલી કરી દેવામાં આવ્યો છે.

અગાઉ પણ વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી

રક્ષાબંધનના તહેવારના દિવસે જ વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ ચર્ચાનો વિષય શરૂ થયો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

યુરોપના એક દેશમાંથી VR મોલમાં મેઈલ કરવામાં આવ્યો હતો

તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા પણ આ મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેઈલ દ્વારા મળી હતી અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની માહિતી મળતા જ સુરત પોલીસ દોડતી થઈ હતી. જો કે તે સમયે પણ તમામ તપાસ કર્યા બાદ મોલમાં કોઈ પણ જગ્યાએ બોમ્બ મળ્યો નહતો અને ત્યારબાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ત્યારબાદ સુરત સાયબર ક્રાઈમની ટીમે તપાસ શરૂ કરી હતી અને તેમાં સામે આવ્યું હતું કે મેઈલ યુરોપના એક દેશમાંથી કરવામાં આવ્યો હતો અને તે પણ કોઈ સાયબર એકસપર્ટે કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી, બીડીએસની ત્રણ ટીમે ધાર્યા કરતા વહેલા સમયમાં તપાસ પૂર્ણ કરી લીધી હતી અને બોમ્બ અને ડોગ સ્ક્વોડની ત્રણ ટીમ કામે લાગી હતી. ઉલ્લેખનીય છે કે VR મોલના ઓફિશિયલ ઈમેઈલ આઈડી પર આ ઈમેઈલ કરવામાં આવ્યો હતો.