Morbiમાં જુગારમાં 51 લાખનો તોડ કરનાર PI અને કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધાયો
મોરબીમાં એક મહિના પહેલા ભાજપના નેતાના રિસોર્ટમાંથી જુગાર રમતા લોકો ઝડપાયા હતા તે વખતના પોલીસ ઈન્સ્પેકટર વાય.કે.ગોહિલ અને તેમની ટીમ દ્વારા આ રેડ પાડવામાં આવી ન હતી આ રેડ તો સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા કરવામાં આવી હતી,તો મહત્વનું છે કે પોલીસ દ્વારા આ સમગ્ર બાબતને લઈ ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસ ઈન્સપેકટર અને કોન્સ્ટેબલ મહિપત સોલંકીએ તોડ કરતા સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. 51 લાખના તોડ મુદ્દે ટંકારાના પૂર્વ PI સામે ફરિયાદ તત્કાલિન PI વાય.કે.ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપત સોલંકી સામે ગુનો નોંધાયો છે,સ્ટેટ મોનિટરીંગ સેલે આ ગુનો નોંધ્યો છે,રેડમાં ઝડપાયેલા આરોપીઓને સુવિધા પુરી પાડવા તેમજ રાજકીય આગેવાનોની ઓળખ છુપાવવા તોડ કર્યો હોવાની વાત સામે આવી હતી,તો કમ્ફર્ટ રિસોર્ટમાં SMCએ રેડ કરી જુગારધામ ઝડપ્યું હતું અને SMCની કાર્યવાહી બાદ PI ગોહિલની બદલી કરાઇ હતી. 62 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો હતો જપ્ત ટંકારા રાજકોટ હાઇવે પર આવેલી કમ્ફર્ટ રિસોર્ટમાં એક મહિના પહેલા ટંકારા પોલીસે જુગારનો દરોડો પાડયો હતો જેમાં રાજકોટના જ્વેલર ભાસ્કર પારેખ સહિત નવ શખ્સને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા જ્યારે બે ફોર્ચ્યુનર કાર અને રોકડ રકમ સહિત અંદાજિત 62 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આ જુગારના દરોડા બાદ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ પહોંચી હતી કે પોલીસ દ્વારા જુગાર રમતા અન્ય કેટલાક આરોપીઓને છોડી દેવાયાનો પણ આરોપ લાગ્યો હતો. એસએમસીની ટીમ કરતી હતી તપાસ મોરબી જિલ્લાના લજાઈ ગામ પાસે આવેલ હોટલમાં થોડા સમય પહેલા સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી અને જે તે સમયે આ રેડ ની કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થયા હતા અને આ રેડની તપાસ ગુજરાતના પોલીસ વડા દ્વારા એસએમસીને સોંપવામાં આવેલ છે જેથી કરીને એસએમસીના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમ કમ્ફર્ટ હોટલે પહોંચી હતી અને જે રૂમમાં જુગારની રેડ થઈ હતી તે સહિતની બાબતોની ગુપ્ત તપાસ કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબીમાં એક મહિના પહેલા ભાજપના નેતાના રિસોર્ટમાંથી જુગાર રમતા લોકો ઝડપાયા હતા તે વખતના પોલીસ ઈન્સ્પેકટર વાય.કે.ગોહિલ અને તેમની ટીમ દ્વારા આ રેડ પાડવામાં આવી ન હતી આ રેડ તો સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા કરવામાં આવી હતી,તો મહત્વનું છે કે પોલીસ દ્વારા આ સમગ્ર બાબતને લઈ ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસ ઈન્સપેકટર અને કોન્સ્ટેબલ મહિપત સોલંકીએ તોડ કરતા સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.
51 લાખના તોડ મુદ્દે ટંકારાના પૂર્વ PI સામે ફરિયાદ
તત્કાલિન PI વાય.કે.ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપત સોલંકી સામે ગુનો નોંધાયો છે,સ્ટેટ મોનિટરીંગ સેલે આ ગુનો નોંધ્યો છે,રેડમાં ઝડપાયેલા આરોપીઓને સુવિધા પુરી પાડવા તેમજ રાજકીય આગેવાનોની ઓળખ છુપાવવા તોડ કર્યો હોવાની વાત સામે આવી હતી,તો કમ્ફર્ટ રિસોર્ટમાં SMCએ રેડ કરી જુગારધામ ઝડપ્યું હતું અને SMCની કાર્યવાહી બાદ PI ગોહિલની બદલી કરાઇ હતી.
62 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો હતો જપ્ત
ટંકારા રાજકોટ હાઇવે પર આવેલી કમ્ફર્ટ રિસોર્ટમાં એક મહિના પહેલા ટંકારા પોલીસે જુગારનો દરોડો પાડયો હતો જેમાં રાજકોટના જ્વેલર ભાસ્કર પારેખ સહિત નવ શખ્સને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા જ્યારે બે ફોર્ચ્યુનર કાર અને રોકડ રકમ સહિત અંદાજિત 62 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આ જુગારના દરોડા બાદ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ પહોંચી હતી કે પોલીસ દ્વારા જુગાર રમતા અન્ય કેટલાક આરોપીઓને છોડી દેવાયાનો પણ આરોપ લાગ્યો હતો.
એસએમસીની ટીમ કરતી હતી તપાસ
મોરબી જિલ્લાના લજાઈ ગામ પાસે આવેલ હોટલમાં થોડા સમય પહેલા સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી અને જે તે સમયે આ રેડ ની કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થયા હતા અને આ રેડની તપાસ ગુજરાતના પોલીસ વડા દ્વારા એસએમસીને સોંપવામાં આવેલ છે જેથી કરીને એસએમસીના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમ કમ્ફર્ટ હોટલે પહોંચી હતી અને જે રૂમમાં જુગારની રેડ થઈ હતી તે સહિતની બાબતોની ગુપ્ત તપાસ કરવામાં આવી છે.