Gandhinagar: મનપા ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં; 'નવા જભ્ભા પહેરીને નીકળી ન જતા, જમીન પર રહીને કામ કરજો' –હર્ષ સંઘવી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આગામી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સંગઠનાત્મક તૈવારીઓ તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણીની વ્યૂહરચના ઘડવા માટે અમદાવાદ અને ગાંધીનગરના હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓની એક મહત્ત્વની કાર્યકર્તા સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દાવેદારો અને ઉમેદવારોને સ્પષ્ટ શબ્દોમાં ટાંકણી મારતા જણાવ્યું હતું કે, "જમીન સાથે જોડાઇને કામ કરજો. ચૂંટણી નજીક આવતા જ નવા જભ્ભા પહેરીને નીકળી ન જતા અને કોઈના કહેવામાં આવી ન જતા." તેમણે કાર્યકર્તાઓને જમીની સ્તર પર પ્રજા વચ્ચે રહીને કામ કરવાની ખાસ શિખામણ આપી હતી.
ગાંધીનગર મનપા ચૂંટણી માટે ભાજપની મોટી રણનીતિ
આ ઉચ્ચ સ્તરીય સંકલન બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ સહિતના સીનિયર હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મંત્રી દર્શનાબેન વાઘેલા, સંજયસિંહ મહિડા, અમદાવાદના સાંસદ હસમુખ પટેલ તેમજ અમદાવાદ અને ગાંધીનગર બંને જિલ્લાના તમામ ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારોએ હાજરી આપીને ચૂંટણી લક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું.
અમદાવાદ અને ગાંધીનગરના નેતાઓની સંકલન બેઠક યોજાઈ
ગાંધીનગર મનપા ચૂંટણીમાં જીતનો ધ્વજ લહેરાવવા માટે ભાજપે માઇક્રો મેનેજમેન્ટ શરૂ કરી દીધું છે. આ ચૂંટણી માટે ગાંધીનગર ઉપરાંત અમદાવાદના ધારાસભ્યોને પણ વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. બેઠકમાં નક્કી કર્યા મુજબ, ગાંધીનગરના તમામ વોર્ડ પ્રમાણે ધારાસભ્યો અને સિનિયર કાર્યકરોને પ્રભારી અને સંકલનકાર તરીકે જવાબદારી સુપ્રત કરવામાં આવી છે, જેથી બૂથ સ્તર સુધી પ્રચાર કાર્યને વેગ આપી શકાય.
આ પણ વાંચો: Bhuj: લીઝ એકાઉન્ટ અનલોક કરવા 50 હજારની લાંચ લેતા ખાણ-ખનીજ વિભાગના IT એક્ઝિક્યુટિવ સહિત 2 દબોચાયા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

