Gandhinagar: ગુજરાત પોલીસમાં ફેરબદલ, વેઇટિંગ ફોર પોસ્ટિંગ રહેલા 5 DIG અને 1 SPને સોંપાઈ મહત્વની જવાબદારી

Feb 27, 2026 - 14:30
Gandhinagar: ગુજરાત પોલીસમાં ફેરબદલ, વેઇટિંગ ફોર પોસ્ટિંગ રહેલા 5 DIG અને 1 SPને સોંપાઈ મહત્વની જવાબદારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લાંબા સમયથી કોઈ પણ પ્રકારની જવાબદારી વગર 'વેઇટિંગ ફોર પોસ્ટિંગ' પર રહેલા આઈપીએસ (IPS) અધિકારીઓને હંગામી ધોરણે અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી છે. આ નિર્ણયથી પોલીસ તંત્રના મહત્વના વિભાગોને નવા અનુભવી અધિકારીઓનું માર્ગદર્શન મળશે.

કયા અધિકારીને ક્યાં મુકાયા?


સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, કુલ 5 DIG કક્ષાના અધિકારીઓ અને 1 SPને મહત્વની શાખાઓમાં જવાબદારી સોંપવામાં આવી છે:
  • તરૂણ દુગ્ગલ: CID ક્રાઇમ હસ્તક જવાબદારી સોંપાઈ
  • ચૈતન્ય માંડલિક: પોલીસ સુધારણા (Police Reforms) વિભાગમાં મુકાયા
  • રાજન શુશ્રા: તકનીકી સેવાઓ (Technical Services) માં નિયુક્તિ
  • સુધા પાંડે: પોલીસ તાલીમ (Police Training) વિભાગમાં મુકાયા
  • સુજાતા મજમુદાર: પોલીસ તાલીમ (Police Training) વિભાગમાં કામગીરી સોંપાઈ
  • મયૂર પાટીલ (SP): કાયદો અને વ્યવસ્થા (Law and Order) હેઠળ એટેચ કરવામાં આવ્યા


લાંબા સમય બાદ નિમણૂક


ઉલ્લેખનીય છે કે, આ ઉચ્ચ અધિકારીઓ ઘણા સમયથી કોઈ ચોક્કસ પોસ્ટિંગ વગરના હતા. વહીવટી પ્રક્રિયા અને બદલીઓના રાઉન્ડ બાદ આ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવતા પોલીસ બેડામાં ચર્ચા જાગી છે. આ તમામ નિમણૂકો હાલ હંગામી ધોરણે એટેચમેન્ટ તરીકે કરવામાં આવી છે, જે આગામી સમયમાં કાયમી પોસ્ટિંગ માટેનો સંકેત હોઈ શકે છે.

આ પણ વાંચો - Vadodara News: ઝોન-3 વિસ્તારમાંથી પકડાયેલા 1.34 કરોડના દારૂના જથ્થા પર બુલડોઝર ફરી વળ્યું

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0