Gandhinagar: ખાતરની અછત મુદ્દે કૃષિ નિયામકનું મોટું નિવેદન, "ખાતરનો જથ્થો મધદરિયે અટવાયો"
ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોને ખાતર મળતું ન હોવાની ફરિયાદો ઊઠી છે. જાણકારોનું કહેવું છે કે, ખરીફ પાકની સિઝનમાં યુરિયા ખાતરની અછત ખેડૂતોને નુકસાન કરાવી શકે છે. સરકારનું કહેવું છે કે, તેમની પાસે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જોકે તેઓ કબૂલે છે કે હાલમાં ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે વિતરણ વ્યવસ્થાને ભારે અસર પહોંચી હતી. તેવામાં ખાતરની અછત મુદ્દે સંયુક્ત કૃષિ નિયામકનું મોટું નિવેદન સામે આવ્યું છે.ખાતરની અછત મુદ્દે સંયુક્ત કૃષિ નિયામકનું મોટું નિવેદન સામે આવ્યું છે. સંયુક્ત કૃષિ નિયામકે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય પ્રશ્નોને લઇ ખાતરને જથ્થો મધદરિયે અટવાયો છે. ખાતર લઇને આવતા જહાજો મોડા પડી રહ્યાં છે. રવિ સીઝન માટે 21.14 લાખ મેટ્રિક ટન ખાતર ફાળવ્યું છે. કેટલાક વિસ્તારોમાં ખાતર પહોંચ્યું નહી હોય. ટ્રાન્સપોર્ટના કારણે મોડું થયું હોઇ શકે છે.સંયુક્ત કૃષિ નિયામકે વધુમાં જણાવ્યું હતું કે, આંતરિયાળ જિલ્લામાં ખાતર પહોંચાડવા સૂચના આપી છે. 2-3 જહાજો હજુ દરિયા વચ્ચે છે. ખેડૂતો નેનો ખાતરનો પણ ઉપયોગ કરી રહ્યાં છે. ઇન્ટરનેશનલ લેવલે ઉભા થયેલા પ્રશ્નોના મુદ્દે ખાતર મધદરિયે અટવાયું છે. ખાતર લઇને આવતા જહાજો મોડા પડી રહ્યા છે. રવિ સીઝન માટે 21 લાખ 14 હજાર મેટ્રિક ટન ખાતર કેન્દ્ર સરકારે ફાળવ્યું છે. અમુક વિસ્તાર કે અંતરિયાળ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના કારણે ખાતર સમયસર પહોચ્યું નહિ હોય. અમે કંપનીને અંતરિયાળ જિલ્લા માટે સમયસર ખાતર પહોચાડવા ખાસ સૂચના આપી છે. આમ તો ખાતર માટે આપડે આયાત ઉપર આધાર રાખવો પડે છે. ઇન્ટરનેશનલ લેવલે અમુક ઈશ્યૂના કારણે જહાજો મોડા પડે છે. હજુ પણ 2થી3 જેટલા જહાજો દરિયા વચ્ચે છે જેમાં આપડું ખાતર આવી રહ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોને ખાતર મળતું ન હોવાની ફરિયાદો ઊઠી છે. જાણકારોનું કહેવું છે કે, ખરીફ પાકની સિઝનમાં યુરિયા ખાતરની અછત ખેડૂતોને નુકસાન કરાવી શકે છે. સરકારનું કહેવું છે કે, તેમની પાસે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જોકે તેઓ કબૂલે છે કે હાલમાં ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે વિતરણ વ્યવસ્થાને ભારે અસર પહોંચી હતી. તેવામાં ખાતરની અછત મુદ્દે સંયુક્ત કૃષિ નિયામકનું મોટું નિવેદન સામે આવ્યું છે.
ખાતરની અછત મુદ્દે સંયુક્ત કૃષિ નિયામકનું મોટું નિવેદન સામે આવ્યું છે. સંયુક્ત કૃષિ નિયામકે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય પ્રશ્નોને લઇ ખાતરને જથ્થો મધદરિયે અટવાયો છે. ખાતર લઇને આવતા જહાજો મોડા પડી રહ્યાં છે. રવિ સીઝન માટે 21.14 લાખ મેટ્રિક ટન ખાતર ફાળવ્યું છે. કેટલાક વિસ્તારોમાં ખાતર પહોંચ્યું નહી હોય. ટ્રાન્સપોર્ટના કારણે મોડું થયું હોઇ શકે છે.
સંયુક્ત કૃષિ નિયામકે વધુમાં જણાવ્યું હતું કે, આંતરિયાળ જિલ્લામાં ખાતર પહોંચાડવા સૂચના આપી છે. 2-3 જહાજો હજુ દરિયા વચ્ચે છે. ખેડૂતો નેનો ખાતરનો પણ ઉપયોગ કરી રહ્યાં છે. ઇન્ટરનેશનલ લેવલે ઉભા થયેલા પ્રશ્નોના મુદ્દે ખાતર મધદરિયે અટવાયું છે. ખાતર લઇને આવતા જહાજો મોડા પડી રહ્યા છે. રવિ સીઝન માટે 21 લાખ 14 હજાર મેટ્રિક ટન ખાતર કેન્દ્ર સરકારે ફાળવ્યું છે. અમુક વિસ્તાર કે અંતરિયાળ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના કારણે ખાતર સમયસર પહોચ્યું નહિ હોય. અમે કંપનીને અંતરિયાળ જિલ્લા માટે સમયસર ખાતર પહોચાડવા ખાસ સૂચના આપી છે. આમ તો ખાતર માટે આપડે આયાત ઉપર આધાર રાખવો પડે છે. ઇન્ટરનેશનલ લેવલે અમુક ઈશ્યૂના કારણે જહાજો મોડા પડે છે. હજુ પણ 2થી3 જેટલા જહાજો દરિયા વચ્ચે છે જેમાં આપડું ખાતર આવી રહ્યું છે.