Gandhinagarના વાસણ ગામની સીમમાં ધમધમતું જુગારધામ પર LCB ત્રાટકી, 26 જુગારીઓની ધરપકડ
ગાંધીનગરના વાસણ ગામ પાસેથી જુગારધામ ધમધમતુંની બાતમી મળતા LCB ટીમે એક સાથે 26 જુગારીઓને ઝડપી પાડ્યા છે. વાસણ ગામની સીમમાં ખેતરમાં જુગારધામ ચાલતુ હતુ. જુગારધામમાં દરોડા દરમિયાન LCBએ 1.87 લાખ રોકડ સહિત 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ગાંધીનગરના વાસણ ગામની સીમમાં ખેતરમાં જુગારધામ ધમધમતું હતું. આ જુગારધામને લઇ અનેકવાર ફરિયાદ કરવામાં આવ્યા બાદ આખરે LCBએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જુગારધામમાં દરોડા પાડતા જ તીનપત્તી રમતા તમામ જુગારીઓ ભાગવાના પ્રયાસ કરવાના મુડમાં હતા તેવામાં જુગારધામમાં LCB ત્રાટકીને એક સાથે 26 જુગારીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ એક વખત નથી અનેકવાર આવા અવાવરુ ખેતરોમાં જુગારીયાઓ બેફામ જુગાર રમતા પકડાય છે. જેમાં નાના જુગારીઓ તો ઝડપાય છે, પણ મોટો મગરમચ્છ છટક બારી કરીને નાસી જવાના અનેક બનાવો બને છે. LCBએ વાસણ ગામની સીમમાં ખેતરમાં ચાલતા જુગારધામમાંથી 26 જુગારીઓને ઝડપીને 1.87 લાખ રોકડ સહિત 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCBએ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એલસીબી પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી પોલીસ મથકે તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા અંતર્ગત ગુન્હો નોંધી નાસી છુટેલા શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનીક પોલીસને અંધારામાં રાખી એલસીબી પોલીસે મસમોટો જુગારધામ ઝડપી લેતા સ્થાનીક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે અને આ દરોડા બાદ જીલ્લા પોલીસવડા દ્વારા આ મામલે સ્થાનીક પોલીસ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેના પર સૌની મીટ મંડાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગરના વાસણ ગામ પાસેથી જુગારધામ ધમધમતુંની બાતમી મળતા LCB ટીમે એક સાથે 26 જુગારીઓને ઝડપી પાડ્યા છે. વાસણ ગામની સીમમાં ખેતરમાં જુગારધામ ચાલતુ હતુ. જુગારધામમાં દરોડા દરમિયાન LCBએ 1.87 લાખ રોકડ સહિત 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગાંધીનગરના વાસણ ગામની સીમમાં ખેતરમાં જુગારધામ ધમધમતું હતું. આ જુગારધામને લઇ અનેકવાર ફરિયાદ કરવામાં આવ્યા બાદ આખરે LCBએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જુગારધામમાં દરોડા પાડતા જ તીનપત્તી રમતા તમામ જુગારીઓ ભાગવાના પ્રયાસ કરવાના મુડમાં હતા તેવામાં જુગારધામમાં LCB ત્રાટકીને એક સાથે 26 જુગારીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ એક વખત નથી અનેકવાર આવા અવાવરુ ખેતરોમાં જુગારીયાઓ બેફામ જુગાર રમતા પકડાય છે. જેમાં નાના જુગારીઓ તો ઝડપાય છે, પણ મોટો મગરમચ્છ છટક બારી કરીને નાસી જવાના અનેક બનાવો બને છે.
LCBએ વાસણ ગામની સીમમાં ખેતરમાં ચાલતા જુગારધામમાંથી 26 જુગારીઓને ઝડપીને 1.87 લાખ રોકડ સહિત 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCBએ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એલસીબી પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી પોલીસ મથકે તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા અંતર્ગત ગુન્હો નોંધી નાસી છુટેલા શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનીક પોલીસને અંધારામાં રાખી એલસીબી પોલીસે મસમોટો જુગારધામ ઝડપી લેતા સ્થાનીક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે અને આ દરોડા બાદ જીલ્લા પોલીસવડા દ્વારા આ મામલે સ્થાનીક પોલીસ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેના પર સૌની મીટ મંડાઈ છે.