Gandhidham સાયબર કૌભાંડ: રૂ.182 કરોડના દેશવ્યાપી કૌભાંડમાં યુવરાજ સિંહ જાડેજાની ધરપકડ

Feb 19, 2026 - 23:30
Gandhidham સાયબર કૌભાંડ: રૂ.182 કરોડના દેશવ્યાપી કૌભાંડમાં યુવરાજ સિંહ જાડેજાની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામમાં સામે આવેલા મહાકાય સાયબર ફ્રોડમાં પોલીસ તપાસનો ધમધમાટ તેજ થયો છે. સાયબર પોલીસે આ મલ્ટી-કરોડ કૌભાંડમાં સંડોવાયેલા આરોપી યુવરાજ સિંહ જાડેજાની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓ પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે. આ મામલો સામાન્ય છેતરપિંડીનો નથી, પરંતુ ₹182 કરોડ જેટલી જંગી રકમનું આર્થિક કૌભાંડ છે.

સાયબર પોલીસે વધુ એક આરોપી ઝડપ્યો

તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં પોતાની જાળ બિછાવી હતી. ડિજિટલ માધ્યમો અને ફેક બેંક એકાઉન્ટ્સ દ્વારા લોકો સાથે ઠગાઈ આચરવામાં આવતી હતી. અગાઉ આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેઓની પૂછપરછમાં યુવરાજ સિંહનું નામ ખુલતા પોલીસે તેને દબોચી લીધો છે. ગાંધીધામ સાયબર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને મની ટ્રેલના આધારે આ સફળતા મેળવી છે.

કુલ 182 કરોડનું આર્થિક કૌભાંડ ઝડપાયું

પોલીસની આ કડક કાર્યવાહીને પગલે સાયબર ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પકડાયેલા આરોપી યુવરાજ સિંહ પાસેથી પોલીસને વધુ ચોંકાવનારી વિગતો મળવાની શક્યતા છે, જેમાં આ કૌભાંડના છેડા વિદેશો સુધી જોડાયેલા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. હાલમાં પોલીસ દ્વારા આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેથી આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતો સુધી પહોંચી શકાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0