Gandhidham: કિડાણા ગામમાં જૂની અદાવતમાં 5 શખ્સોનો ખૂની હુમલો, ધારિયા-કુહાડીથી 3 યુવકોને લોહીલુહાણ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં જાહેરમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો અને કંપારી છૂટી જાય તેવો ઘાતક હુમલાનો બનાવ સામે આવ્યો છે. મોબાઈલમાં સામાન્ય મેસેજ કરવા જેવી તદ્દન નજીવી બાબતમાં અદાવત રાખીને બલેનો કારમાં ધસી આવેલા પાંચ માથાભારે શખ્સોએ ત્રણ યુવકો પર જીવલેણ હથિયારો વડે તૂટી પડીને લોહિયાળ ખેલ ખેલ્યો હતો. હુમલાખોરોએ લોખંડના ધારિયા, લાકડાના ધોકા અને કુહાડી જેવા ઘાતક શસ્ત્રો વડે આડેધડ ઘા ઝીંકતાં ત્રણેય યુવકો ગંભીર રીતે ઘાયલ થઈ રસ્તા પર જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. આ સમગ્ર ભયાનક ઘટના નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ જતાં ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે.
બલેનો કારમાં આવ્યા ને હથિયારોથી તૂટી પડ્યા
કિડાણા ગામમાં સામાન્ય વાતચીત કે મોબાઈલમાં મેસેજ કરવા જેવી નજીવી તકરારમાં મામલો બિચક્યો હતો. સાહિલ અને તેના સાગરીતોએ આ બાબતનું વેર રાખીને હુમલાનું આયોજન કર્યું હતું. હુમલાખોરો સ્વિફ્ટ બલેનો કારમાં સવાર થઈને કિડાણા પહોંચ્યા હતા. કાર ઊભી રાખી પાંચેય શખ્સો હાથમાં ધારિયા, લાકડાના ધોકા અને કુહાડી લઈને સીધા જ સામે ઉભેલા યુવકો પર તૂટી પડ્યા હતા.આ ખૂની હુમલામાં ઇરફાન, તૌસીફ અને ઓસમાણ નામના ત્રણ નિર્દોષ યુવકોને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્રણેય લોહીના ખાબોચિયામાં કણસતા પડી રહ્યા હતા. બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવતાં હુમલાખોરો કાર લઈને ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોએ તાબડતોબ ત્રણેય ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે આદિપુરની ખાનગી/સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
CCTV ફૂટેજ આવ્યા સામે: 4 નામજોગ સહિત 5 સામે ગુનો
સમગ્ર હુમલાના દિલધડક દ્રશ્યો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગયા છે, જેમાં કારમાંથી ઉતરીને અસામાજિક તત્વો જે રીતે હથિયારો ચલાવી રહ્યા છે તે જોઈને સામાન્ય નાગરિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.સારવાર હેઠળ રહેલા ભોગ બનનાર ઇરફાનની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે હુમલો કરનાર મુખ્ય આરોપીઓ સાહિલ, કાસમ, હુસેન, ઇશાક તેમજ એક અજાણ્યા કાર સવાર શખ્સ મળી કુલ પાંચેય સામે ઘાતક હથિયારો વડે હુમલો, રાયોટિંગ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.સીસીટીવી ફૂટેજ અને કારના નંબરના આધારે ફરાર થઈ ગયેલા તમામ હુમલાખોરોને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી દરોડા શરૂ કર્યા છે.
આ પણ વાંચો: Ahmedabad: અંધશ્રદ્ધામાં કઠણ કાળજાના બાપે જ બાળકની બલિ ચડાવી; મૃતદેહ બાજુમાં રાખી પિતા સૂતો રહ્યો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

