Gambhira Bridge Collapse: અત્યાર સુધીમાં 13 લોકોના મોત, દુર્ઘટનાની તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ તુટી જવાની ગંભીર ઘટનામાં મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે આ બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે અને 5 લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ તાત્કાલિક જ NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને 7 લોકોના રેસ્ક્યુ કરીને તેમને બચાવી લેવામાં આવ્યા હતા.
ઈન્સ્પેક્શનમાં બ્રિજને રિપેરિંગ જરૂર હોવાનું જણાયું હતું
વર્ષ 1981માં ગંભીરા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને 1985માં બ્રિજને લોકોના ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બ્રિજ જર્જરીત હોવા છતાં પણ બ્રિજ પર વાહનવ્યવહાર તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યો નહતો અને આજે આ મોટી દુર્ઘટનાનો ભોગ લોકો બન્યા છે. દર વર્ષે આ બ્રિજનું ઈન્સ્પેક્શન કરવામાં આવતું હતું, ઈન્સ્પેક્શનમાં બ્રિજને રિપેરિંગની જરૂર હોવાનું જણાયું હતું પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નહતી.
ગંભીરા બ્રિજ અકસ્માતને લઈ સરકારે કરી કમિટીની રચના
બીજી તરફ સરકારે કાર્યવાહી કરતા ગંભીરા બ્રિજ અકસ્માતને લઈ કમિટીની રચના કરી છે. બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવાઈ છે. આ કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની તપાસ કરશે. બ્રિજ દુર્ઘટનાનો પ્રાથમિક અહેવાલ કમિટી રજૂ કરશે. આ દુર્ઘટના અંગેનો સંપૂર્ણ અહેવાલ 30 દિવસમાં સરકારને સોંપવામાં આવશે. જો ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે કમિટી સૂચનો કરશે. આ કમિટીમાં માર્ગ મકાન વિભાગના અધિક સચિવ, મુખ્ય ઈજનેર સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
What's Your Reaction?






