Faisal Patel: કોંગ્રેસના દિગ્ગજ નેતાના પુત્રએ PM મોદીની કરી પ્રશંસા, કહ્યું તેમણે દેશને..

Aug 12, 2025 - 13:30
Faisal Patel: કોંગ્રેસના દિગ્ગજ નેતાના પુત્રએ PM મોદીની કરી પ્રશંસા, કહ્યું તેમણે દેશને..

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પીએમ મોદીને કોણ નથી ઓળખતુ..? પીએમ મોદીના વખાણ કોણ નથી કરતું.. દેશ અને દુનિયામાં પીએમ મોદી લોકપ્રિય છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના દીકરાએ એવુ નિવેદન આપ્યુ કે જેનાથી રાજકારણમાં ચર્ચાઓ વધી ગઇ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ કેટલીક બાબતે કેન્દ્ર સરકારથી અસહમત છે પરંતુ વિદેશમંત્રી એક જયશંકરના ભરપેટ વખાણ કર્યા. તેમણે પીએમ મોદીના નેતૃત્વના પણ વખાણ કર્યા.

દેશને સંકટમાંથી બહાર કાઢ્યો

ફૈઝલ પટેલે કહ્યું કે હા, હું કોંગ્રેસનો ભાગ છું, તેથી હું વર્તમાન સરકારની ઘણી બાબતોને સંપૂર્ણપણે નકારી કાઢું છું. પરંતુ આપણા સશસ્ત્ર દળોએ ખૂબ સારું કામ કર્યું છે અને પીએમ મોદીએ સારી નેતૃત્વ ક્ષમતા બતાવીને દેશને મોટા સંકટમાંથી બહાર કાઢ્યો છે. આ એક મોટી વાત છે. મને આપણા સૈનિકો પર ગર્વ છે. તેમણે વધુમાં કહ્યું કે રાજકારણમાં અલગ અલગ મંતવ્યો હોવા છતાં, દેશની સુરક્ષા અને સેનાની બહાદુરી સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં. તેમના મતે, સૈનિકોની મહેનત અને બલિદાન દરેકને ગર્વ અનુભવે છે.

પીએમ મોદીની કરી પ્રશંસા 

વિદેશ મંત્રી એસ. જયશંકર વિશે ફૈઝલ પટેલે કહ્યું કે તેઓ તેમની કાર્ય કરવાની રીત અને વિદેશ નીતિ પરની તેમની પકડથી ખૂબ પ્રભાવિત છે. તેમણે કહ્યું કે મને જયશંકર પ્રત્યે ખૂબ માન છે. આ ઉપરાંત તેમણે પીએમ મોદીની નોકરશાહોની પસંદગી કરવાની અને તેમને મંત્રાલયોમાં નેતૃત્વની ભૂમિકાઓ આપવાની રીતને ઉત્તમ ગણાવી. ફૈઝલ પટેલ માને છે કે આવા પગલાથી વહીવટી કામગીરી મજબૂત બને છે અને નવી વિચારસરણીને તક મળે છે.

ફૈઝલ પટેલનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય સંઘર્ષ વધુ તીવ્ર બની રહ્યો છે. કોંગ્રેસનો ભાગ હોવા છતાં, કેન્દ્ર સરકાર અને પીએમ મોદીની ખુલ્લેઆમ પ્રશંસા કરવી પાર્ટીની અંદર અને બહાર ચર્ચાનો વિષય બની ગયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0