Dwarka: ભારે વરસાદથી દ્વારકા મંદિરમાં અડધી કાઠીએ ફરકાવવામાં આવી ધ્વજા,જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
યાત્રાધામ દ્વારકામાં ભારે વરસાદ અને પવન લઈને ભગવાન દ્વારકાધીશના શિખર પરની ધ્વજા અડધી કાઠીએ ચઢાવવામાં આવી છે. બે દિવસથી દ્વારકામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ભારે વરસાદથી નદી-નાળા ઓવરફ્લો થયા છે. તેમજ અનેક ગામમાં પાણી ઘૂસી ગયા છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
દ્વારકા મંદિરની ધ્વજા અડધી કાઠીએ ચઢાવવામાં આવી
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા દરિયા કાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે લોકોનું જન જીવન ખોરવાયું છે. ભારે વરસાદથી એનડિઆરએફ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ભારે વરસાદથી દ્વારકા જગત મંદિરમાં ધ્વજા અડધી કાંઠીએ ચઢાવવામાં આવી છે.
કલ્યાણપુર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ
દ્વારકાના જામ કલ્યાણપુર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. રાવલ પંથકમાં મૂશળધાર વરસાદથી જળબંબાકાર થયો છે. ભારે વરસાદથી રોડ રસ્તાઓ, ખેતરો જળમગ્ન થયા છે. કોઝવે પર પાણી ફરી વળતા ગામના સંપર્ક તૂટ્યા છે. કોઝવે પર પાણી ભરાતા માર્ગ બંધ કરાયો છે. વરસાદ વધુ થશે તો ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ જોવા મળી રહી છે.
What's Your Reaction?






