​​Dwarka: દરિયામાં પવન સાથે ભારે કરંટ, 12થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા

ગોમતીઘાટ પર 12થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા માછીમારોને માછીમારી ન કરવા માટે સૂચના માછીમારી કરતા પકડાશે તો થશે કડક કાર્યવાહી દ્વારકાના દરિયામાં પવન સાથે કરંટ જોવા મળ્યો છે. જેમાં ગોમતીઘાટ પર 12થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. તેમજ માછીમારોને માછીમારી ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ માછીમારો માછીમારી કરતા પકડાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અરબી સમુદ્રમાં ગોમધાટ પાસે ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો છે. 3/8/2024 સુધી દરીયામાં ભારેથી અતિભારે પવન ફુંકાવાનો છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ તા.3/8/2024 સુધી દરીયામાં ભારેથી અતિભારે પવન ફુંકાવાનો છે. જેમાં દ્વારકામાં આવેલ ગોમતી ધાટપર 12થી 15 ફુટ ઉંચા મોજા ઉછળ્યા છે. દેવભૂમિ જિલ્લાનાં તમામ મત્સ્ય કેન્દ્ર પરના માછીમારોને તેમજ બોટ માલિકોને દરિયામાં માછીમારી કરવા ન જવા પરિપત્ર જાહેર કરાયો છે. જે કોઈ માછીમાર ગેરકાયદેસર દરિયા અંદર ફિશિંગ કરવા જશે તે માછીમાર પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તે પણ જણાવામાં આવ્યું છે. દરિયાનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે હવામાન ખાતાની આગાહી પ્રમાણે તેની અસર દેવભૂમિ દ્વારકાના દરિયામાં જોવા મળી રહી છે. જેમાં દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. આજે સવાર પડતા જ દરિયો જોરદાર તોફાની બન્યો છે. ગાયત્રી મંદિર લાઈટ હાઉસ તથા સમુદ્ર નારાયણ મંદિરના કાંઠા પર ભારે પવન સાથે મોજા ઉછળતા જોવા મળ્યા છે. આશરે 10થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળતા ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.ત્યારે દરિયાનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે. તેમજ સુરત, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તેમજ દમણ તથા વલસાડમાં અતિભારે વરસાદની આગાહી સાથે દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તથા નર્મદા, તાપી, બનાસકાંઠા, ભરૂચ, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે.

​​Dwarka: દરિયામાં પવન સાથે ભારે કરંટ, 12થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગોમતીઘાટ પર 12થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા
  • માછીમારોને માછીમારી ન કરવા માટે સૂચના
  • માછીમારી કરતા પકડાશે તો થશે કડક કાર્યવાહી

દ્વારકાના દરિયામાં પવન સાથે કરંટ જોવા મળ્યો છે. જેમાં ગોમતીઘાટ પર 12થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. તેમજ માછીમારોને માછીમારી ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ માછીમારો માછીમારી કરતા પકડાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અરબી સમુદ્રમાં ગોમધાટ પાસે ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો છે.

3/8/2024 સુધી દરીયામાં ભારેથી અતિભારે પવન ફુંકાવાનો છે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ તા.3/8/2024 સુધી દરીયામાં ભારેથી અતિભારે પવન ફુંકાવાનો છે. જેમાં દ્વારકામાં આવેલ ગોમતી ધાટપર 12થી 15 ફુટ ઉંચા મોજા ઉછળ્યા છે. દેવભૂમિ જિલ્લાનાં તમામ મત્સ્ય કેન્દ્ર પરના માછીમારોને તેમજ બોટ માલિકોને દરિયામાં માછીમારી કરવા ન જવા પરિપત્ર જાહેર કરાયો છે. જે કોઈ માછીમાર ગેરકાયદેસર દરિયા અંદર ફિશિંગ કરવા જશે તે માછીમાર પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તે પણ જણાવામાં આવ્યું છે.

દરિયાનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે

હવામાન ખાતાની આગાહી પ્રમાણે તેની અસર દેવભૂમિ દ્વારકાના દરિયામાં જોવા મળી રહી છે. જેમાં દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. આજે સવાર પડતા જ દરિયો જોરદાર તોફાની બન્યો છે. ગાયત્રી મંદિર લાઈટ હાઉસ તથા સમુદ્ર નારાયણ મંદિરના કાંઠા પર ભારે પવન સાથે મોજા ઉછળતા જોવા મળ્યા છે. આશરે 10થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળતા ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.ત્યારે દરિયાનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે. તેમજ સુરત, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તેમજ દમણ તથા વલસાડમાં અતિભારે વરસાદની આગાહી સાથે દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તથા નર્મદા, તાપી, બનાસકાંઠા, ભરૂચ, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે.