Suratની ખાડીમાં પૂર આવતા 37 વિદ્યાર્થીઓ ફસાતા દિલધડક રેસ્ક્યૂ કરાયું

સુરત ફાયર વિભાગનું દિલધડક રેસ્ક્યૂ સરથાણા પોલીસ પણ મદદમાં આવી આદર્શ નિવાસી કુમાર છાત્રાલયમાં 41નું રેસ્ક્યુ કરાયુ સુરતમાં ખાડી પૂરમાં 37 વિદ્યાર્થીઓ ફસાતા દિલધડક રેસ્ક્યૂ કરાયુ છે. જેમાં ચાર છાત્રાલયનો સ્ટાફ પણ ફસાયો હતો. ત્યારે સુરત ફાયર વિભાગે દિલધડક રેસ્ક્યૂ કરી તમામને બચાવ્યા છે. તેમાં સરથાણા પોલીસ પણ મદદમાં આવી છે. આદર્શ નિવાસી કુમાર છાત્રાલયમાં 41 લોકોનું રેસ્ક્યુ કરાયુ હતુ. જેમાં ફાયરની ટીમે બોટ મારફતે તમામને રેસ્ક્યૂ કર્યા છે.તમામને કોમ્યુનિટી હોલ લઈ જવામાં આવ્યા તમામને કોમ્યુનિટી હોલ લઈ જવામાં આવ્યા છે. તેમજ પલસાણાના બલેશ્વર ગામે ખાડીમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં પૂર આવતા 50થી વધુ પરિવારો ફસાયા હતા. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઇ છે. જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે. તેમાં પલસાણામાં બે દિવસમાં 10 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. આજે પણ વહેલી સવારથી પલસાણા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખાડી તેમજ ગામ ફરતે જળબંબાકારની સ્થિતિ સર્જાતા 50થી ઘરના રહીશોના જીવ પડીકે બંધાયા છે. બલેશ્વરથી હાઈવે અને બગુમરા તુંડી રોડ તેમજ બગુમરા રોડ જોડતા પુલ પાણીમાં ગરકાવ થયા છે. સુરત જિલ્લાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જેમાં સુરત જિલ્લાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે. સતત બે દિવસથી ધોધમાર વરસાદ આવતા સમગ્ર પંથક પાણી પાણી થયુ છે. બલેશ્વર ગામે બત્રીસ ગંગા ખાડી તોફાની બની છે. ખાડીના પાણી ગામના ફળિયામાં ઘુસ્યા છે. જેમાં ફાયરની ટીમે 20 લોકોને રેસ્ક્યુ કર્યા છે. જેમાં લોકોને બાલેશ્વરની પ્રાથમિક શાળામાં રખાયા છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 22 કલાકમાં 137 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા વલસાડના ઉંમરગામમાં સૌથી વધુ 8 ઇંચ નોંધાયો છે. આ સાથે પલસાણા, સુરત, નિઝર, મહુવા, અંકલેશ્વર, ઓલપાડ, બારડોલી, પારડી, પાટણ, ખંભાત, ગણદેવી, ઉમરપાડામાં પણ સારો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી આપી છે.

Suratની ખાડીમાં પૂર આવતા 37 વિદ્યાર્થીઓ ફસાતા દિલધડક રેસ્ક્યૂ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરત ફાયર વિભાગનું દિલધડક રેસ્ક્યૂ
  • સરથાણા પોલીસ પણ મદદમાં આવી
  • આદર્શ નિવાસી કુમાર છાત્રાલયમાં 41નું રેસ્ક્યુ કરાયુ

સુરતમાં ખાડી પૂરમાં 37 વિદ્યાર્થીઓ ફસાતા દિલધડક રેસ્ક્યૂ કરાયુ છે. જેમાં ચાર છાત્રાલયનો સ્ટાફ પણ ફસાયો હતો. ત્યારે સુરત ફાયર વિભાગે દિલધડક રેસ્ક્યૂ કરી તમામને બચાવ્યા છે. તેમાં સરથાણા પોલીસ પણ મદદમાં આવી છે. આદર્શ નિવાસી કુમાર છાત્રાલયમાં 41 લોકોનું રેસ્ક્યુ કરાયુ હતુ. જેમાં ફાયરની ટીમે બોટ મારફતે તમામને રેસ્ક્યૂ કર્યા છે.

તમામને કોમ્યુનિટી હોલ લઈ જવામાં આવ્યા

તમામને કોમ્યુનિટી હોલ લઈ જવામાં આવ્યા છે. તેમજ પલસાણાના બલેશ્વર ગામે ખાડીમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં પૂર આવતા 50થી વધુ પરિવારો ફસાયા હતા. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઇ છે. જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે. તેમાં પલસાણામાં બે દિવસમાં 10 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. આજે પણ વહેલી સવારથી પલસાણા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખાડી તેમજ ગામ ફરતે જળબંબાકારની સ્થિતિ સર્જાતા 50થી ઘરના રહીશોના જીવ પડીકે બંધાયા છે. બલેશ્વરથી હાઈવે અને બગુમરા તુંડી રોડ તેમજ બગુમરા રોડ જોડતા પુલ પાણીમાં ગરકાવ થયા છે.

સુરત જિલ્લાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે

ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જેમાં સુરત જિલ્લાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે. સતત બે દિવસથી ધોધમાર વરસાદ આવતા સમગ્ર પંથક પાણી પાણી થયુ છે. બલેશ્વર ગામે બત્રીસ ગંગા ખાડી તોફાની બની છે. ખાડીના પાણી ગામના ફળિયામાં ઘુસ્યા છે. જેમાં ફાયરની ટીમે 20 લોકોને રેસ્ક્યુ કર્યા છે. જેમાં લોકોને બાલેશ્વરની પ્રાથમિક શાળામાં રખાયા છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 22 કલાકમાં 137 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા વલસાડના ઉંમરગામમાં સૌથી વધુ 8 ઇંચ નોંધાયો છે. આ સાથે પલસાણા, સુરત, નિઝર, મહુવા, અંકલેશ્વર, ઓલપાડ, બારડોલી, પારડી, પાટણ, ખંભાત, ગણદેવી, ઉમરપાડામાં પણ સારો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી આપી છે.