Dwarka Rain : દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ભગવાન દ્વારકાધીશના શિખર પર મેઘવર્ષા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ભગવાન દ્વારકાધીશના શિખર પર મેઘવર્ષા થતા ભકતોમાં પણ ખુશીનો માહોલ છે, મંદિરની સીડીઓ પરથી પાણી વહેતા થયા છે અને નયન રમ્ય દ્વશ્યો સર્જાયા છે.
દ્વારકાના ભદ્રકાળી વિસ્તારમાં પાણી ભરાયા
દ્વારકાના ભદ્રકાળી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે, વેપારીઓએ દુકાન પણ ખોલી નથી એટલા પાણી ભરાયા છે, તો ભારે વરસાદથી હોટલ સંચાલકો ચિંતામાં મૂકાયા છે, જાણે રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્વશ્યો સામે આવ્યા છે, દ્વારકામાં આજે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, ત્યારે ભકતોમાં પણ ખુશીનો માહોલ છે અને મંદિરમાં ભકતો દર્શન કરવા માટે પહોંચી રહ્યાં છે.
દ્વારકાના જામ ખંભાળીયામાં ભારે વરસાદ
દ્વારકાના જામ ખંભાળીયામાં ભારે વરસાદ પડયો છે, લાંબા, ગાંગડી, ચાચલાણા ગામે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, લાંબામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો હેરાન થયા છે, રસ્તા પર પાણી ભરાવાથી લોકોને હાલાકી પડી રહી છે, સાથે સાથે નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન પણ નિષ્ફળ નીવડયો છે.
ગુજરાતમાં સવારે 2 કલાકમાં 47 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં આજે સવારે 2 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં 2.09 ઈંચ, રાણાવાવમાં 1.77 ઈંચ, વલસાડના ધરમપુરમાં 0.83 ઇંચ, વાપીમાં 0.63 ઇંચ, દ્વારકામાં 0.63 ઇંચ વરસાદ નોંધાયો છે.
What's Your Reaction?






