Dwarka News: સલાયામાં પાલિકાનું એક્શન, જર્જરિત શૌચાલય જેસીબીથી જમીનદોસ્ત

Sep 18, 2026 - 17:00
Dwarka News: સલાયામાં પાલિકાનું એક્શન, જર્જરિત શૌચાલય જેસીબીથી જમીનદોસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા સઘન એક્શન લેવામાં આવ્યું છે. સલાયામાં તળાવની પાળ નજીક આવેલું વર્ષો જૂનું અને અતિ જર્જરિત શૌચાલયનું બાંધકામ પાલિકા દ્વારા આખરે તોડી પાડવામાં આવ્યું છે. આ શૌચાલય ખૂબ જ ખરાબ હાલતમાં હોવા ઉપરાંત બિનઉપયોગી પણ બન્યું હતું, જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે JCB દ્વારા ડિમોલિશનની કાર્યવાહી

નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને પોલીસ કાફલાની કડક હાજરીમાં આ ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોઈપણ પ્રકારના વિરોધ કે અનિચ્છનીય બનાવને ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પાલિકા તંત્ર દ્વારા જેસીબી મશીનનો ઉપયોગ કરીને અંદાજે 300 ફૂટ લાંબા આ વિશાળ જર્જરિત શૌચાલયને ધ્વસ્ત કરીને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે.

Dwarka News: Salaya Municipality Demolishes Dilapidated Toilet Near Pond in Dwarka

ખાલી થયેલી જગ્યા પર આગામી સમયમાં વિકાસકાર્યોની શક્યતા

તળાવની પાળ પાસે વર્ષોથી અડચણરૂપ બનેલા અને જર્જરિત હાલતમાં રહેલા આ શૌચાલયને હટાવવાથી સ્થાનિક રહીશોએ રાહત અનુભવી છે. પાલિકાની આ કાર્યવાહીના પરિણામે હવે અંદાજે 300 ફૂટ જેટલી જગ્યા ખુલ્લી થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાલિકાની આ ખાલી થયેલી જગ્યા પર આગામી સમયમાં કોઈ નવા વિકાસકાર્યો અથવા લોકઉપયોગી સુવિધાઓ ઊભી કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.


આ પણ વાંચો: Dwarka Rain Update: મોડો વરસ્યો પણ મન મૂકીને વરસ્યો મેહુલો, દ્વારકામાં 3 ઇંચ વરસાદ, 56 સીડીઓ પર વહ્યા ઝરણાં, Video


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0