Dwarka News : દ્વારકામાં છપ્પન સીડી નજીક ભકતોની ભીડ વચ્ચે ઘૂસ્યો આખલો, નગરપાલિકાની મોટી બેદરકારી આવી સામે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દ્વારકા મંદિરમાં રોજના હજારો ભકતો દર્શન માટે આવતા હોય છે ત્યારે દ્વારકામાં છપ્પન સીડી નજીક ભીડમાં આખલો ઘૂસ્યો હોવાની વાત સામે આવી છે, ભકતો દર્શન માટે લાઈનમાં ઉભા હતા અને આખલો વચ્ચે આવી જતા દોડધામ મચી હતી, ભીડ એટલી હતી કે આખલાને પણ બહાર નીકળવું મુશ્કેલ થયુ હતુ. તંત્રની રખડતા ઢોરો સામે ઢીલી કામગીરીથી રોષ જોવા મળ્યો છે.
દ્વારકામાં ફરી આખલાઓ આતંક સામે આવ્યો
દ્વારકા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે ઘણી વાર કિસ્સા જોવા મળ્યા છે કે, દ્વારાકામાં ભકતોની ભીડ હોય અને રખડતા આખલા ત્યાં ઘુસી ગયા છે, તો ઘણી વાર ભર બજારમાં પણ આખલા યુદ્ધ જોવા મળ્યું છે, રખડતા ઢોરને પાંજરે પૂરવાની કામગીરી નગરપાલિકાની છે પણ નગરપાલિકા રજાના દિવસે જાણે મજા માણતી હોય તેવું લાગી રહ્યું છે, ભકતોમાં પણ રોષ જોવા મળ્યો છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, આખલા અંદર સુધી આવી જાય છે એ કોઈ એક દિવસની વાત નથી આવું વારંવાર બને છે અને નગરપાલિકાની ઢીલી કામગીરી છે જેના કારણે તેનો ભોગ સ્થાનિકો બને છે.
દ્વારકામાં છપ્પન સીડી નજીક ભીડમાં ઘૂસ્યો આખલો
અવાર નવાર આખલાના આતંકના વીડિયો સામે આવ્યો છે અને રખડતા ઢોરને ઝડપવામાં નગરપાલિકાની બેદરકારી છતી થઈ છે, રખડતા ઢોરને પકડવામાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા યાત્રિકો અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે, ગુજરાત હાઈકોર્ટે પણ અવાર-નવાર રખડતા ઢોરને ઝડપવા માટે ટકોર કરી છે તેમ છત્તા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે, સ્થાનિકોનું કહેવું છે કે, જયારે આખલાઓ વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવે છે.
What's Your Reaction?






