Dwarka: વરવાળા-પોસીત્રામાં મેગા ડિમોલિશન હાથ ધરી કરોડોની જમીન ખુલ્લી કરાવી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દ્વારકા અને તેની આસપાસના વિસ્તારોમાં સરકારી જમીન પર થતા ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. દ્વારકા તાલુકાના વરવાળા અને પોસીત્રા ગામમાં સતત બીજા દિવસે પણ દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રએ બુલડોઝર ફેરવીને સરકારી જમીન પચાવી પાડનારાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.
ગેરકાયદેસર દબાણો દૂર કર્યા
પ્રાપ્ત વિગતો મુજબ, વરવાળા અને પોસીત્રા ગામના સરકારી સર્વે નંબરો પર છેલ્લા લાંબા સમયથી કેટલાક અનઅધિકૃત ધાર્મિક અને અન્ય દબાણો ઉભા કરી દેવામાં આવ્યા હતા. તંત્રએ પૂર્વ તૈયારી સાથે આ સ્થળો પર ત્રાટકીને અંદાજે 15,500 ચોરસ મીટરથી વધુ જમીન પરના દબાણો દૂર કર્યા હતા.
સવા કરોડની મિલકત ટાંચમાં
આ કાર્યવાહી દરમિયાન તંત્ર દ્વારા અંદાજે સવા કરોડ રૂપિયાની કિંમતી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે. ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા સ્ટ્રક્ચર્સને તોડી પાડીને જમીનનો કબજો ફરીથી સરકારે હસ્તક લીધો છે. ઉલ્લેખનીય છે કે, હાઈવે અને દરિયા કિનારાના વિસ્તારોમાં પણ સુરક્ષાના દૃષ્ટિકોણથી આ કાર્યવાહી અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Porbandar: અનૈતિક સંબંધોનો કરુણ અંજામ, જન્મેલા બાળકને દાટી દેનાર માતા સામે પોલીસનો સકંજો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

