Dwarkaમાં ટ્રકચાલકે અકસ્માત સર્જીને એકજ પરિવારના બે સભ્યોનો લીધો જીવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચરકલા-દ્વારકા હાઇવે પર એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં એક જ પરિવારના બે સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માત ટ્રક ચાલકની બેદરકારીને કારણે થયો હોવાનું પ્રાથમિક રીતે જણાઈ રહ્યું છે. માછીમારી સાથે સંકળાયેલા એક જ પરિવારના બે સભ્યો બાઇક પર પોતાના ધંધાર્થે સિક્કા જઈ રહ્યા હતા.
બાઇક પર જઇ રહેલા એકજ પરિવારના બેના મોત
ત્યારે ચરકલા-ગુરગઢ માર્ગ પર પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ગંભીર હતી કે બંને વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકો રૂપેણ બંદરના રહેવાસી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે ગમગીની છવાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
દ્વારકા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોનો કબજો મેળવી તેમને પોસ્ટમોર્ટમ માટે દ્વારકા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બેફામ ટ્રક ચલાવનાર અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અને બેફામ વાહન ચલાવતા લોકોની બેદરકારી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
What's Your Reaction?






