Dog Biting : શ્વાન કરડવા પાછળ શું કારણ છે જવાબદાર?

Jul 16, 2025 - 17:00
Dog Biting : શ્વાન કરડવા પાછળ શું કારણ છે જવાબદાર?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ સહિત રાજ્યભરમાં શ્વાન કરડવાના કેસોમાં વધારો થયો છે. જો કે આ કેસોમાં વધારો થવા પાછળ શ્વાનો નહીં માનવીની હરકતો અને વધતી ગરમી જવાબદાર છે. ત્યારે કેમ શ્વાનોના કરડવા પાછળ માનવી જવાબદાર જોઈએ આ રિપોર્ટમાં. તાજેતરમાં જ અમદાવાદ ગ્રામ્યના હાથીજણ વિસ્તારમાં એક પાળતુ શ્વાને નાની બાળકીને ફાડી ખાધી હતી. આ ઘટના બાદ ગુજરાતના રાજકોટ અને બનાસકાંઠાના વાવમાં પણ આવી ઘટનાઓ સામે આવી છે.

રોટવિલર પ્રજાતિના કુલ 490 શ્વાનો અમદાવાદ શહેરના નાગરિકો પાસે

જો કે આવી તો અનેક ઘટનાઓ રાજ્યમાં ઘટવા પામી છે, જેમાં શ્વાનના હુમલાથી મનુષ્યને નુકસાન થયુ હોય. આવી ઘટનાઓ બનવા પાછળ વધતી ગરમી અને શ્વાનો પ્રત્યે માનવીનો વ્યવહાર જવાબદાર છે. મનુષ્ય કરતા શ્વાનની બોડીનું ટેમ્પરેચર 4 ડિગ્રી વધારે હોય છે. જેને કારણે વધારે પડતી ગરમીમાં શ્વાનોનો સ્વભાવ ચીડીયાપણો થઈ જતો હોય છે, જેના કારણે શ્વાનો ગુસ્સે થવાથી કરડવાના કિસ્સાઓ બનવા પામતા હોય છે. હાથીજણમાં બનેલી ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શ્વાન માલિક સામે કડક પગલા લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ પાળતુ શ્વાનો માટે રજીસ્ટ્રેશન જરૂરી બનાવી દેવામાં આવ્યું છે, જેના પગલે અત્યાર સુધીમાં 15,222 શ્વાન માલિકોએ તેમના 17,281 પાળતુ શ્વાનોનું રજીસ્ટ્રેશન કરાવી દીધુ છે. અમદાવાદ શહેરમાં રજીસ્ટ્રેશન થયેલા પાળતુ શ્વાનોમાં ખુંખાર પ્રજાતિના શ્વાનોની પણ નોંધણી થઈ છે. હાથીજણમાં જે પ્રજાતિના શ્વાને બાળકીને ફાડી ખાધી હતી તે રોટવિલર પ્રજાતિના કુલ 490 શ્વાનો અમદાવાદ શહેરના નાગરિકો પાસે છે.

કઈ પ્રજાતિના કેટલા શ્વાનોનું થયું રજીસ્ટ્રેશન?

  • લેબ્રાડોર રિટ્રીવર – 4,947
  • જર્મન શેફર્ડ – 1,849
  • શિહત્ઝુ – 1,743
  • ગોલ્ડન રિટ્રિવર – 1,711
  • બિગલ -728
  • સાઈબેરિયન હસ્કી – 560
  • પગ – 512
  • રોટવિલર - 490

શ્વાનને કંટ્રોલમાં રાખવાનો પટ્ટો ઉચ્ચ ગુણવત્તા વાળો હોવો જરૂરી

અત્યારના જમાનામાં શહેરીજનો દેખાદેખી તેમજ બાળકોને ખુશ કરવા માટે શ્વાનો પાળતા હોય છે. જે તેમના માટે જોખમી સાબિત થતું હોય છે. શ્વાનને પાળતા પહેલા ડોકટર પાસે કન્સર્ન કરાવવુ જરૂરી છે તેમજ શ્વાન પાળવા માટેનો અનુભવ પણ જરૂરી છે. કેટલાક શ્વાન માલિક પાસે શ્વાન પાળવાનો અનુભવ નથી હોતો જેના કારણે પાળતુ શ્વાનને બહાર આંટો મરાવવા લઈ જતી વખતે પણ હાથમાંથી શ્વાન છૂટીને અન્ય રાહદારી કે નાગરિકો પર હુમલો કરી દેતા હોય છે. જેને કારણે એકસપર્ટ માની રહ્યા છે કે નાના બાળકો અથવા તો શ્વાનો કરતા ઓછા વજન વાળા વ્યક્તિએ શ્વાનોને બહાર લઈ જવાનું ટાળવુ જોઈએ, તેમજ શ્વાનોને કંટ્રોલમાં રાખવાનો પટ્ટો ઉચ્ચ ગુણવત્તા વાળો હોવો જરૂરી છે.

કેટલીક વાર બાળકો અને યુવાનો પોતાના મનોરંજન માટે શ્વાનોને પથ્થર મારી તેમજ વાહન ફૂલ સ્પીડમાં હંકારી તેમની પજવણી કરતા હોય છે, આવા કિસ્સાઓના કારણે શ્વાનો ગુસ્સે થઈને અન્ય વ્યક્તિઓ પર હુમલો કરતા હોય છે. ત્યારે ગુજરાતમાં વધી રહેલા શ્વાનોના હુમલાને અટકાવવા માટે પાળતુ શ્વાનો પ્રત્યે સંવેદના તેમજ સ્ટ્રીટ ડોગ પ્રત્યે થોડી જાગૃતિ લાવવી જરૂરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0