Diwali 2026: સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આતશબાજી અને રંગબેરંગી લાઈટ શો વચ્ચે દિવાળીની ઉજવણી

Nov 9, 2026 - 00:00
Diwali 2026: સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આતશબાજી અને રંગબેરંગી લાઈટ શો વચ્ચે દિવાળીની ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પ્રસિદ્ધ યાત્રાધામ અને અસ્થાના કેન્દ્ર સમાન બોટાદ જિલ્લાના સાળંગપુર ધામ ખાતે આવેલા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દિવાળીના પાવન પર્વ નિમિત્તે અત્યંત ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પર્વની આ પવિત્ર રાત્રિએ સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી રોશની અને આકર્ષક લાઈટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું હતું, જેણે આવનાર દરેક શ્રદ્ધાળુનું મન મોહી લીધું હતું.

રંગબેરંગી લાઈટ શો અને ભવ્ય આતશબાજીનું આયોજન

દિવાળીની ઉજવણીના ભાગરૂપે મંદિર પરિસરમાં એક વિશેષ રંગબેરંગી લાઈટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લાઇટ શો અને આકાશમાં છોડવામાં આવેલી આતશબાજીએ સાળંગપુર ધામને રોશનીથી ઝળહળતું કરી દીધું હતું. આ અદભુત નજારો જોઈને ઉપસ્થિત હજારો ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

Diwali 2026: Grand Diwali Celebration at Salangpur Kashtbhanjan Hanumanji Temple

હજારોની સંખ્યામાં ઉમટ્યા ભક્તો, રોશની અને ભક્તિનો અનોખો સંગમ

દિવાળીની આ ખાસ રાત્રિએ હનુમાનજી દાદાના દરબારમાં શીશ ઝુકાવવા માટે હજારોની સંખ્યામાં ભક્તો સાળંગપુર ધામ ખાતે ઉમટી પડ્યા હતા. ચારેય તરફ ફેલાયેલી રોશની અને ગુંજતા ભક્તિમય માહોલ વચ્ચે ભક્તોએ દીપોત્સવ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી અને નૂતન વર્ષ માટે આશીર્વાદ મેળવ્યા હતા.


આ પણ વાંચો: Explainer: દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે કેમ આવે છે 'ધોકો'?


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0