Diwali 2025: તહેવારો દરમિયાન ભાવનગરથી સુરત સુધી બે દિવસ 120 એક્સ્ટ્રા બસો મુકાશે

Oct 14, 2025 - 23:00
Diwali 2025: તહેવારો દરમિયાન ભાવનગરથી સુરત સુધી બે દિવસ 120 એક્સ્ટ્રા બસો મુકાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આગામી દિવાળીના તહેવારો દરમ્યાન સુરત થી રત્નકલાકારો/મુસાફરો પોતાના વતનમાં આવવા માટે મોટા પ્રમાણમાં મુસાફરી કરતા હોય છે, જેથી તેમને વતનમાં આવવા કોઈપણ મુશ્કેલી વગર એસ. ટી. બસની સમયસર સુવિધા મળી રહે તે હેતુથી ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભાવનગર વિભાગ દ્વારા તા.૧૭/૧૦/૨૦૨૫ ના રોજ ૭૦ (સિત્તેર) બસ અને તા.૧૮/૧૦/૨૦૨૫ ના રોજ ૫૦ બસ ભાવનગરથી સુરત ખાતે મુસાફરોને લેવા માટે વિભાગના ૮ (આઠ) ડેપો દ્વારા બે દિવસ દરમિયાન કુલ ૧૨૦ બસનું એકસ્ટ્રા સંચાલન કરવામાં આવનાર છે.

બરવાળા ડેપો થી ૨ એમ કુલ ૫૦ બસ સુરત ખાતે રવાના થશે

જે મુજબ તા.૧૭/૧૦/૨૦૨૫ ના રોજ ભાવનગર ડેપો થી ૧૨, તળાજા, મહુવા, પાલિતાણા, ગારિયાધાર અને બોટાદ ડેપોથી ૯, ગઢડા ડેપો થી ૮ અને બરવાળા ડેપો થી ૫ એમ કુલ ૭૦ બસ સુરત ખાતે રવાના થશે. તા.૧૮/૧૦/૨૦૨૫ ના રોજ ભાવનગર ડેપો થી ૧૦, તળાજા, પાલિતાણા, ગારિયાધાર ડેપો થી ૭, મહુવા અને બોટાદ ડેપો થી ૬ તથા ગઢડા ડેપો થી ૫ અને બરવાળા ડેપો થી ૨ એમ કુલ ૫૦ બસ સુરત ખાતે રવાના થશે.આમ, મુસાફરોને આવતા જતા બંને તરફ એસ.ટી.બસનો લાભ મળી રહે તે હેતુથી મુસાફરોની માંગને ધ્યાને લઈ પ્રથમ દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ થઈ સુરત માટે સંચાલન કરવામાં આવશે.

મુસાફરોની માંગ મુજબ ઓનલાઈન બુકીંગ

મુસાફરોની માંગ મુજબ ઓનલાઈન બુકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. બરવાળા, બોટાદ ડેપો ખાતે મુસાફરોની જરૂરીયાત મુજબ અમદાવાદ/ વડોદરા થઈ સુરત માટે વાહનો રવાના થશે. ગઢડા/ ગારીયાધાર ડેપો ખાતે મુસાફરોની જરૂરીયાત મુજબ છોટાઉદેપુર/ વડોદરા થઈ સુરત માટે વાહનો રવાના થશે. કોઈ સમૂહ કે ગૃપના ૫૦ મુસાફરો એકસાથે બુકીંગ કરાવવા ઈચ્છે તો તેઓના વિસ્તાર, ફળીયા, શેરીમાં બસની ફાળવણી કરવામાં આવશે. તહેવારો દરમિયાન મુસાફરોના ધસારાને ધ્યાને લઈ તમામ ડેપો ખાતે ૫ બસ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે તેમ વિભાગીય નિયામકશ્રી એસ. ટી. ભાવનગરની યાદીમાં જણાવ્યું છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0