Dhoraji: મોટી મારડ ગામની સીમમાં ખૂની ખેલ, વાડી વિસ્તારમાંથી દંપતીની લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધોરાજી તાલુકાના મોટી મારડ ગામની સીમમાં એક હૃદયકંપાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં અજાણ્યા શખ્સો દ્વારા એક દંપતીની અત્યંત નિર્મમ અને ઘાતકી રીતે હત્યા કરી દેવામાં આવી છે. આ ડબલ મર્ડરની ઘટનાના પગલે સમગ્ર મોટી મારડ ગામ અને ધોરાજી પંથકમાં ભારે અરેરાટી સાથે ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
દંપતીની અત્યંત નિર્મમ અને ઘાતકી રીતે હત્યા
મળતી પ્રાથમિક વિગતો અનુસાર, મોટી મારડ ગામની સીમમાં આવેલી રમેશભાઈ ભૂતની વાડી પાસે બે વ્યક્તિઓના લોહીલુહાણ મૃતદેહો પડ્યા હોવાની જાણ સ્થાનિક રહીશોને થઈ હતી. આ બાબતે ગામમાં વાયુવેગે વાત ફેલાતા લોકોના ટોળે-ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. મૃતદેહોની ઓળખ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક અન્ય કોઈ નહીં પરંતુ સ્થાનિક દંપતી રોહિતભાઈ અને તેમના પત્ની દુર્ગાબેન છે. બંનેની લાશ વાડી વિસ્તારમાં જ પડી હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ અંગત અદાવત કે લૂંટના ઈરાદે રાત્રિના સમયે આ ખૂની ખેલ ખેલાયો હોવાની શંકા સેવાઈ રહી છે.
લૂંટના ઈરાદે ખૂની ખેલ ખેલાયો હોવાની શંકા
ઘટનાસ્થળે જોવા મળેલા દંપતીના મૃતદેહો પર ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા છે. હત્યારાઓએ બન્નેના માથા તેમજ શરીરના અન્ય ભાગો પર ભારે અને બોથડ પદાર્થોના ઘા ઝીંકીને જીવલેણ હુમલો કર્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ ચકચારી ઘટના અંગે સ્થાનિકોએ તુરંત જ પોલીસને જાણ કરી હતી. ધોરાજી પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ હત્યા પાછળ કોનો હાથ છે અને કયા કારણોસર આ ડબલ મર્ડર નીપજાવવામાં આવ્યું છે, તે દિશામાં પોલીસે ડોગ સ્ક્વોડ અને એફ.એસ.એલ. (FSL) ની મદદથી ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Vadodara: માણેજા અને જાંબુઆના સરકારી આવાસો બન્યા જર્જરિત, મકાનોની છતમાંથી દેખાવા લાગ્યા સળિયા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

