Dhoraji: ધોધમાર વરસાદ વચ્ચે જ બનાવી દીધો RCC રોડ; વાયરલ વિડિયોથી મચ્યો હોબાળો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધોરાજી શહેરમાંથી તંત્રની ઘોર બેદરકારી અને કાયદાકીય હાસ્યાસ્પદ કામગીરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધોરાજીના પોસ્ટ ઓફિસ નજીકના વિસ્તારમાં ગઈકાલે એકબાજુ કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો, તો બીજી બાજુ ધોરાજી નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા વરસતા વરસાદની વચ્ચે જ આર.સી.સી. (RCC) રોડ બનાવવાનું કામ ધમધમાટ ચાલુ રાખવામાં આવ્યું હતું.
ધોધમાર વરસાદ વચ્ચે જ RCC રોડનું પાથરકામ હાથ ધરાયું
વરસતા પાણીમાં સિમેન્ટ અને કોંક્રીટ પાથરવામાં આવી રહ્યા હોવાનો વિડિયો સ્થાનિક નાગરિકોએ કેમેરામાં કેદ કરી લીધો હતો. આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ધોરાજી નગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરની "બુદ્ધિના પ્રદર્શન" અંગે સમગ્ર રાજકોટ જિલ્લામાં ચર્ચા અને વિરોધનો વંટોળ જાગ્યો છે. વરસતા વરસાદમાં કરવામાં આવતું આ પ્રકારનું રોડ કામકાજ થોડા જ દિવસોમાં ધોવાઈ જવાની પૂર્ણ શક્યતાઓ હોય છે. જેથી પ્રજાના પરસેવાની કમાણી અને ટેક્સના રૂપિયાનો આ રીતે વેડફાટ થતો જોઈને ધોરાજીના બુદ્ધિજીવીઓ અને વેપારીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે. લોકોમાં ચર્ચા ઊઠી છે કે "આ તો જાણે ઘરની ધોરાજી હોય" તેમ નિયમો નેવે મૂકીને રોડ બનાવવામાં આવી રહ્યો છે.
પ્રજાના ટેક્સના નાણાંનો આડેધડ દુરુપયોગ
આ સમગ્ર મુદ્દે ધોરાજીના રાજકીય નેતા ધાર્મિકભાઈ માથુકીયાએ પણ આકરો પ્રહાર કર્યો હતો. તેમણે આ ઘટનાને ધોરાજી નગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત તેમજ 'બુદ્ધિનું પ્રદર્શન' ગણાવ્યું હતું. તેમણે ચીમકી આપી હતી કે પ્રજાના નાણાંનો દુરુપયોગ કરનાર જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક તપાસ કરી તેમનું પેમેન્ટ અટકાવવું જોઈએ.
આ પણ વાંચો: Ambaji: અંબાજીમાં 2 દિવસમાં 8.63 લાખ ભક્તોએ કર્યા દર્શન; મંદિરની કુલ આવક રૂ. 57.49 લાખ નોંધાઈ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

