Dhorajiમાં પીવાના પાણીનો હજારો લીટર વેડફાટ: નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આક્રોશ

Oct 31, 2026 - 18:00
Dhorajiમાં પીવાના પાણીનો હજારો લીટર વેડફાટ: નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આક્રોશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં એક તરફ કમોસમી વરસાદની સ્થિતિ જોવા મળી છે, તો બીજી તરફ ધોરાજી નગરપાલિકા તંત્રની અણઆવડત અને ઘોર બેદરકારીને કારણે પીવાના શુદ્ધ પાણીનો મોટા પાયે વેડફાટ થઈ રહ્યો છે. ધોરાજીના વ્યસ્ત ગણાતા બસ સ્ટેન્ડ રોડ પર પીવાના પાણીની મુખ્ય લાઈન અચાનક તૂટી જવાથી હજારો લીટર પાણી શહેરના મુખ્ય માર્ગો પર વહેતું થયું હતું.

ખરાવડ પ્લોટ અને સરદાર ચોક સુધી પાણી પાણી

પાણીની લાઈનમાં સર્જાયેલા ભંગાણને કારણે ધોરાજીના જેતપુર રોડથી ખરાવડ પ્લોટ તેમજ સરદાર ચોક વિસ્તાર સુધીના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લાખો લિટર શુદ્ધ પીવાનું પાણી ગટર કે રસ્તા પર વહી જવાથી સ્થાનિક રહેવાસીઓમાં નગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પાણીની તંગીના સમયે તંત્રની ઘોર લાપરવાહી

એક તરફ પાણીની તંગી અને અછતની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે બીજી તરફ તંત્રની અણઆવડતના કારણે આવી રીતે અનેક જગ્યાએ પાણી બગડી રહ્યું છે. નગરપાલિકાની પાઇપલાઇનો અને કનેક્શનોની જાળવણી યોગ્ય રીતે ન થવાને કારણે આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી હોવાના આક્ષેપો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. પ્રજા દ્વારા વહેલી તકે આ લાઈનોનું સમારકામ કરવાની માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0