Dholka:ધોળકાના રોડની દયનીય સ્થિતિ : લોકોમાં રોષ

Jul 1, 2025 - 03:30
Dholka:ધોળકાના રોડની દયનીય સ્થિતિ : લોકોમાં રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધોળકા શહેરમાં ધોળકા-બાવળા રોડ પર આવેલા મેનાબેન ટાવર પાસેનો રોડ એક વર્ષમાં બે વાર નવો બનાવવામાં આવ્યો હોવા છતાં પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયો છે. આ રોડ પર મોટા ખાડા પડી ગયા છે. અને તેમાં પાણી ભરાઈ રહેવાથી વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. શહેરના લોકોમાં એવી ચર્ચા છે કે ધોળકાનો એક પણ રોડ સારો નથી. ડિસ્કો રોડ્સ તરીકે જાણીતા બનેલા આ રોડ્સને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

નગરપાલિકા દ્વારા જે એજન્સીને રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેનું પેમેન્ટ અટકાવી દેવું જોઈએ તેવી લોકોમાં જોરદાર માંગ ઉઠી છે. નબળી ગુણવત્તાના કામને કારણે પ્રજાના પૈસાનો વ્યય થઈ રહ્યો હોવાનો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે તંત્ર તાત્કાલિક ધોરણે પગલાં ભરે અને જવાબદાર એજન્સી સામે કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0