Dhandhuka: સ્પેરપાર્ટસની દુકાનમાંથી રૂ. 50 હજાર ઉપરાંતની મતાની ચોરી
ધંધૂકા શહેરમાં ફરી એકવાર ચોરોએ મુખ્ય હાઇવે પરની દુકાનમાં કસબ અજમાવી રૂ. 50 હજાર ઉપરાંતની મત્તાની ચોરી કરી નાસી ગયા હતા હાલ ધંધકા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ ધંધૂકા શહેરના અમદાવાદ હાઇવે પર દાઉદી વ્હોરા કોમના કબ્રસ્તાનમાં આવેલ કોમ્પ્લેક્સની દુકાનનું શટર તોડી દુકાનમાંથી ઓઇલની ડોલ, ટપારિયાના પાના પક્કડ, જેક સહિતના રૂ. 50 હજાર ઉપરાંતના માલની ચોરી કરી નાસી છૂટયા હતા. 24 કલાક વાહનો અને લોકોથી ધમધમતા માર્ગ પરના કોમલેક્સમાં તસ્કરોએ ફરી કસબ અજમાવી પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી છે. ઓઇલ અને સ્પેરપાર્ટની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. આ મામલે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધંધૂકા શહેરમાં ફરી એકવાર ચોરોએ મુખ્ય હાઇવે પરની દુકાનમાં કસબ અજમાવી રૂ. 50 હજાર ઉપરાંતની મત્તાની ચોરી કરી નાસી ગયા હતા હાલ ધંધકા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ ધંધૂકા શહેરના અમદાવાદ હાઇવે પર દાઉદી વ્હોરા કોમના કબ્રસ્તાનમાં આવેલ કોમ્પ્લેક્સની દુકાનનું શટર તોડી દુકાનમાંથી ઓઇલની ડોલ, ટપારિયાના પાના પક્કડ, જેક સહિતના રૂ. 50 હજાર ઉપરાંતના માલની ચોરી કરી નાસી છૂટયા હતા. 24 કલાક વાહનો અને લોકોથી ધમધમતા માર્ગ પરના કોમલેક્સમાં તસ્કરોએ ફરી કસબ અજમાવી પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી છે. ઓઇલ અને સ્પેરપાર્ટની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. આ મામલે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.