Dhandhuka: ધોલેરા બનશે ભારતનું સેમિ કન્ડક્ટર હબ

Jul 18, 2025 - 01:30
Dhandhuka: ધોલેરા બનશે ભારતનું સેમિ કન્ડક્ટર હબ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના પ્રતિનિધિ મંડળે કાદીપુર સ્થિત 50 MLD વોટર એન્ડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ધોલેરા ખાતે વિકાસ પામતા ટાટા સેમિ કન્ડક્ટર પ્લાન્ટ, એક્ટિવેશન સેન્ટર અને અન્ય મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટ્સની સ્થળ પર મુલાકાત લીધી હતી. પ્રતિનિધિ મંડળે રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવી રહેલી આ ભવિષ્યનિર્ભર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અંગેની વિગતવાર માહિતી મેળવી હતી અને વિકાસના ગતિશીલ કાર્યોની પ્રશંસા પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૃઢ નેમ અનુસાર ભારતને વિશ્વનું સેમિ કન્ડક્ટર હબ બનાવવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય છે. આ દિશામાં ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ મજબૂત ઈકોસિસ્ટમ ઉભું કરી આ લક્ષ્યને સાકાર બનાવવા મહત્વનો પડકાર લઇ લીધો છે. ધોલેરા ખાતે ટાટા ગ્રૂપનું દેશનું સૌપ્રથમ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ વિકસતી હોય એ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. અહીં 300 મેગાવોટનો સોલાર પાર્ક, વિશ્વસ્તરિય ICT ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન રોડ નેટવર્ક, ભૂગર્ભ સુવિધાઓ, ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ, મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, રેસિડેન્શિયલ-કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ટેન્ટ સિટી, CETP અને એક્સપ્રેસવે જેવા અનેક પ્રોજેક્ટ્સ પ્રગતિ પર છે. આ તકે PACના સભ્યો અર્જુનભાઈ મોઢવાડીયા, નરેશભાઈ પટેલ, વિનેન્દ્રસિંહ ઝાલા, સી. કે. રાઉલજી, પ્રવિણભાઈ માળી, અરવિંદભાઈ રાણા, ડૉ. હસમુખભાઈ પટેલ અને અમૂલભાઈ ભટ્ટ, સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ ડાભી, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશનના ડાયરેક્ટર સુશ્રી નેહાકુમારી, વિધાનસભાના ઉપસચિવ ચિરાગ પટેલ તથા ભાવનગર ચેમ્બર ઓફ્ કોમર્સના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉપસ્થિત સભ્યો દ્વારા વિકાસની ગતિ જોઈને સંતોષ વ્યક્ત કરાયો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0