Delhi Vidhansabha Result 2025 Live : નવી દિલ્હી બેઠક પરથી કેજરીવાલ પાછળ
દિલ્હીની ખુરશી પર કોણ બિરાજશે તે આજે નક્કી થશે. દિલ્હી ચૂંટણીના પરિણામો જાહેર થશે. મોટાભાગના એક્ઝિટ પોલ સર્વેમાં ભાજપની લીડ જોવા મળી છે. જો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને આશા છે કે પરિણામો તેમની તરફેણમાં આવશે.સવારના 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.દિલ્હીની સાતમી વિધાનસભા ભંગ કરવા અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે 7 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ભંગ કરવા અંગેની સૂચના જારી કરી હતી.રાજધાની દિલ્હીની તમામ 70 બેઠકો માટે 699 ઉમેદવારો મેદાનમાં છે. 5મી ફેબ્રુઆરીએ મતદાન પૂર્ણ થતાની સાથે જ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું હતું. હવે આજે પરિણામની રાહ જોવાઈ રહી છે. કારણ કે દિલ્હી ચૂંટણીના પરિણામો આજે જ જાહેર થશે. હાલમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને આતિશી મુખ્યમંત્રી છે. AAP 2013, 2015, 2020માં સતત જીતી હતી અને અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા હતા.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
![Delhi Vidhansabha Result 2025 Live : નવી દિલ્હી બેઠક પરથી કેજરીવાલ પાછળ](https://epapercdn.sandesh.com/images/2025/02/08/BEDNrFzwB4CfJt1phSvGyndgD0InoV3nYfurU5Ei.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -