Deesa: ડીસાના લોરવાડાના તળાવમાં માછલીના મોત, તપાસની માંગ

May 31, 2026 - 06:00
Deesa: ડીસાના લોરવાડાના તળાવમાં માછલીના મોત, તપાસની માંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડીસા તાલુકામાં છેલ્લા થોડા દિવસોથી જળાશયોમાં જળચર જીવોના મોતના મામલે ભારે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. હજી હમણાં જ તાલુકાના જૂના નેસડા ગામના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોતોની ઘટના શાંત પડી નહોતી, ત્યાં વધુ એક લોરવાડા ગામમાંથી આવી જ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લોરવાડા ગામે આવેલા અબાણું તળાવમાં અચાનક જ કોઈ અજ્ઞાત કારણોસર સેંકડો માછલીઓ ટપોટપ મરી ગઈ છે. તળાવના કિનારે મૃત માછલીઓનો મોટો ઢગલો જમા થયેલો જોવા મળ્યો હતો. આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સમગ્ર પંથકમાં અને જીવદયાપ્રેમીઓમાં ભારે અરેરાટી અને રોષ વ્યાપી ગયો છે. તાલુકાના બે મોટા તળાવોમાં ટૂંકા ગાળામાં બનેલી આ સતત બીજી ઘટનાને પગલે અનેક સવાલો ઊભા થયા છે. શું તળાવના પાણીમાં કોઈ ઝેરી કેમિકલ ભળ્યું છે, કે પછી ભયંકર ગરમી અને ઓક્સિજનની અછતને કારણે આ હોનારત સર્જાઈ છે? તે રહસ્ય હજુ અકબંધ છે. સ્થાનિક રહીશો અને જીવદયાપ્રેમીઓએ તંત્ર સમક્ષ આક્રોશ ઠાલવતા માંગ કરી છે કે, આ માછલીઓના આકસ્મિક મોત પાછળના ચોક્કસ કારણો શોધવા માટે પાણીના સેમ્પલ લઈ ઉચ્ચ સ્તરીય અને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહીછે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0