Dantiwada: ધાનેરીનો યુવક 512 ગ્રામ ગાંજા સાથે ઝડપાયો

દાંતીવાડા પોલીસ સ્ટાફ્ના જવાનોએ ધાનેરી ગામના યુવકને ગાંજા સાથે ઝડપી પાડી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ધાનેરી ગામનો આ યુવક દાંતીવાડા ત્રણ રસ્તા નજીક રાત્રિના સમયે શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેની તલાસી લેતા કાળા કલરની થેલી માંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામનો યુવક 512 ગ્રામ ગાંજાના જથ્થા સાથે સ્થાનિક પોલીસને હાથ ઝડપાઇ ગયો છે.પોલીસ સ્ટાફ્ના જવાનો દાંતીવાડા ત્રણ રસ્તા નજીક વાહન ચેકિંગમાં હતા.તે દરમિયાન રાત્રિના અંધારામાં ધાનેરી ગામનો રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુભાઈ હરિભાઈ (મુંજી) ચૌધરી શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા પોલીસ જવાનો ને જોઈ ભાગવાની કોશિશ કરતા તેને પીછો કરી ઝડપી પાડયો હતો. તેની પાસે રહેલી કાળા કલરની થેલીની તલાશી લેતા તેમાંથી રૂપિયા 3072ની કિંમતનો 512 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જે બાદ પોલીસે આ આરોપી યુવકને પોલીસ સ્ટેશન લઈ આવી એક મોબાઈલ અને રોકડા સો રૂપિયા સહિત કુલ 8172 રૂપિયાના મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી રાજેન્દ્રકુમાર હરિભાઈ ચૌધરી રહે.ધાનેરી તા.દાંતીવાડા ને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

Dantiwada: ધાનેરીનો યુવક 512 ગ્રામ ગાંજા સાથે ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાંતીવાડા પોલીસ સ્ટાફ્ના જવાનોએ ધાનેરી ગામના યુવકને ગાંજા સાથે ઝડપી પાડી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ધાનેરી ગામનો આ યુવક દાંતીવાડા ત્રણ રસ્તા નજીક રાત્રિના સમયે શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેની તલાસી લેતા કાળા કલરની થેલી માંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામનો યુવક 512 ગ્રામ ગાંજાના જથ્થા સાથે સ્થાનિક પોલીસને હાથ ઝડપાઇ ગયો છે.પોલીસ સ્ટાફ્ના જવાનો દાંતીવાડા ત્રણ રસ્તા નજીક વાહન ચેકિંગમાં હતા.તે દરમિયાન રાત્રિના અંધારામાં ધાનેરી ગામનો રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુભાઈ હરિભાઈ (મુંજી) ચૌધરી શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા પોલીસ જવાનો ને જોઈ ભાગવાની કોશિશ કરતા તેને પીછો કરી ઝડપી પાડયો હતો.

તેની પાસે રહેલી કાળા કલરની થેલીની તલાશી લેતા તેમાંથી રૂપિયા 3072ની કિંમતનો 512 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

જે બાદ પોલીસે આ આરોપી યુવકને પોલીસ સ્ટેશન લઈ આવી એક મોબાઈલ અને રોકડા સો રૂપિયા સહિત કુલ 8172 રૂપિયાના મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી રાજેન્દ્રકુમાર હરિભાઈ ચૌધરી રહે.ધાનેરી તા.દાંતીવાડા ને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.