Dangમાં અમદાવાદના યુવાનનું નદીમાં ડૂબી જવાથી મોત નિપજયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડાંગમાં અમદાવાદના વિદ્યાર્થીનું મોત નિપજયું. આ વિદ્યાર્થી ડાંગમાં કેમ્પ સાઈટ માટે ગયો હતો. કેમ્પ સાઈટ પાસે આવેલ નદીમાં ડૂબી જવાથી યુવાન વિદ્યાર્થીનું મોત થયું.આ વિદ્યાર્થી અમદાવાદના નિકોલનો રહેવાસી છે. યુવાનના મોતના સમાચારને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો.
નિકોલના વિદ્યાર્થીનું મોત
મળતી માહિતી મુજબ અમદાવાદની આંબાવાડી વિસ્તારમાં આવેલ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ ડાંગ પ્રવાસે ગયા હતા. પોલિટેક્નિક કોલેજના 51 વિદ્યાર્થીઓ કેમ્પ સાઈટ માટે ખાનગી બસ મારફત ડાંગના પ્રવાસે પંહોચ્યા. ડાંગની સુદરતાનો આનંદ માણયા બાદ વિદ્યાર્થીઓ દેવીનામાળ કેમ્પ સાઇટ નજીક ગયા. ત્યાં પાસે આવેલ નદીમાં મોટાભાગના વિદ્યાર્થીઓ નાહવા પડ્યા હતા. દરમિયાન લાંબા સમય સુધી એક વિદ્યાર્થી ગુમ થઈ ગયો. અન્ય વિદ્યાર્થીઓએ તેની શોધખોળ કરી પણ તેનો મૃતદેહ મળી આવ્યો. વિધાર્થીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો. વિદ્યાર્થીનું નામ શિવમ કમલેશ શાહ હોવાનું સામે આવ્યું છે.
વિધાર્થીનો મૃતદેહને પી.એમ. અર્થે ખસેડાયો
ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ તેની કુદરતી સુંદરતાને લઈને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ ડાંગમાં કેમ્પ સાઈટનો પ્રવાસ કરતા હોય છે. કેમ્પ સાઈટમાં વિવિધ એક્ટિવિટી કરવામાં આવતી હોય છે. આથી જ અમદાવાદ સહિત ગુજરાતની કોલેજો વિદ્યાર્થીઓ માટે ડાંગમાં વિવિધ પ્રવૃત્તિ કરે છે. અમદાવાદના પોલિટેકનિકના વિદ્યાર્થીઓ પણ હાલમાં ડાંગ પ્રવાસે હતા. ત્યારે યુવાન ડૂબી જતા મોટી દુર્ઘટના સર્જાઈ. નદીમાં ડૂબતા અમદાવાદના યુવાનનું મોત નિપજયું. વિધાર્થીનો મૃતદેહ હાલ સિવિલ હોસ્પીટલ આહવા ખાતે પી.એમ.અર્થે રાખવામાં આવ્યો છે. પી.એમ. રીપોર્ટ બાદ સમગ્ર હકીકત સામે આવશે કે ખરેખર વિદ્યાર્થીનું ડૂબવાથી મોત થયું હતું કે પછી તેની સાથે અન્ય કોઈ ઘટના બની હતી.
What's Your Reaction?






