Dang પોલીસે દાખવી માનવતા, અકસ્માતમાં ઘાયલ યાત્રીઓનો કર્યો બચાવ

ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રવિવારે 2 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે 4.30 વાગ્યાની આસપાસ માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસે ખાનગી બસ (નં.UP-92-AT-0364) ના ચાલકે બસનો કાબુ ગુમાવતા બસ પલ્ટી ખાઇને આશરે ત્રીસ ફુટ નીચે ઊંડી ખાઇમાં પડી ગઈ. મુસાફરોનો કર્યો બચાવબસ ખાઈમાં પડતાં અંદર બેસેલા મુસાફરોમાંથી 51 જેટલા લોકો ગંભીરપણે ઘાયલ થયા હતા.ડાંગ પોલીસે ઘાયલ મુસાફર યાત્રીને શોધવા કવાયત હાથ ધરી. પોલીસે રેસક્યુ ઓપરેશન હાથ ધરી ઘાયલ મુસાફરોને બહાર કાઢ્યા. પોલીસે તમામ ઘાયલ મુસાફરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની ત્વરિત કામગીરી હાથ ધરી. કેટલાક મુસાફરોને પ્રાથમિક સારવાર આપી રજા. જ્યારે અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ મુસાફરોને નજીકની મોટી હોસ્પિટલમાં લઈ ગયા. પોલીસને ત્વરિત કામગીરીને પગલે ગંભીર રીતે ઘાયલ મુસાફરોને બચાવવામાં સફળતા મળી. આ ઉપરાંત યાત્રીઓ માટે રહેવાની તથા જમવાની વ્યવસ્થા પુરી પાડી, તેઓને પોતાના વતન પરત મોકલવાની વ્યવસ્થા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું. મદદ કરનારા પોલીસને આપ્યું ઇનામભવિષ્યમાં પણ પોલીસ આવી સરસ કામગીરી ખુબ જ ખંતપુર્વક કરતા રહે તે હેતુથી પોલીસ મહાનિરીક્ષક IPS પ્રેમ વીર સિંહ તરફથી મદદ કરનાર ડાંગ પોલીસ અધિકારી અને કર્મચારીને પ્રશંસાપત્રો તથા રોકડ રૂ. ૫૦,૦૦૦/- નું ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા.

Dang પોલીસે દાખવી માનવતા, અકસ્માતમાં ઘાયલ યાત્રીઓનો કર્યો બચાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રવિવારે 2 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે 4.30 વાગ્યાની આસપાસ માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસે ખાનગી બસ (નં.UP-92-AT-0364) ના ચાલકે બસનો કાબુ ગુમાવતા બસ પલ્ટી ખાઇને આશરે ત્રીસ ફુટ નીચે ઊંડી ખાઇમાં પડી ગઈ.

મુસાફરોનો કર્યો બચાવ

બસ ખાઈમાં પડતાં અંદર બેસેલા મુસાફરોમાંથી 51 જેટલા લોકો ગંભીરપણે ઘાયલ થયા હતા.ડાંગ પોલીસે ઘાયલ મુસાફર યાત્રીને શોધવા કવાયત હાથ ધરી. પોલીસે રેસક્યુ ઓપરેશન હાથ ધરી ઘાયલ મુસાફરોને બહાર કાઢ્યા. પોલીસે તમામ ઘાયલ મુસાફરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની ત્વરિત કામગીરી હાથ ધરી. કેટલાક મુસાફરોને પ્રાથમિક સારવાર આપી રજા.

જ્યારે અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ મુસાફરોને નજીકની મોટી હોસ્પિટલમાં લઈ ગયા. પોલીસને ત્વરિત કામગીરીને પગલે ગંભીર રીતે ઘાયલ મુસાફરોને બચાવવામાં સફળતા મળી. આ ઉપરાંત યાત્રીઓ માટે રહેવાની તથા જમવાની વ્યવસ્થા પુરી પાડી, તેઓને પોતાના વતન પરત મોકલવાની વ્યવસ્થા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું.

મદદ કરનારા પોલીસને આપ્યું ઇનામ

ભવિષ્યમાં પણ પોલીસ આવી સરસ કામગીરી ખુબ જ ખંતપુર્વક કરતા રહે તે હેતુથી પોલીસ મહાનિરીક્ષક IPS પ્રેમ વીર સિંહ તરફથી મદદ કરનાર ડાંગ પોલીસ અધિકારી અને કર્મચારીને પ્રશંસાપત્રો તથા રોકડ રૂ. ૫૦,૦૦૦/- નું ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા.