Dang News: ડાંગ જિલ્લામાં સાપુતારા, ગીરા ધોધ પર પ્રવાસીઓની ભીડ, ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો

Aug 17, 2025 - 16:00
Dang News: ડાંગ જિલ્લામાં સાપુતારા, ગીરા ધોધ  પર પ્રવાસીઓની ભીડ, ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે સાપુતારાનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. શ્રાવણમાસમાં તહેવારોની સિઝનમાં સળંગ ત્રણ રજાઓ હોવાથી સાપુતારા, ગીરાધોધ અને બોટનીકલ ગાર્ડન પર પ્રવાસીઓની ભીડ જામી છે. ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં છે. આજે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનો આખરી દિવસ છે. અંતિમ દિવસ હોવાથી સાપુતારા પ્રવાસીઓની ભીડથી ઉભરાઈ ગયું છે.

ભીડને કારણે ઠેર ઠેર ટ્રાફિકજામ સર્જાયો

સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલનો આજે અંતિમ દિવસ હોવાથી પ્રવાસીઓની ભીડ જામી છે. બીજી તરફ વરસાદ થવાથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ધોધ અને ઝરણાં ફરીવાર સક્રિય થયાં છે. સતત ત્રણ દિવસથી ઝરમર વરસાદને કારણે સાપુતારા, ગીરાધોધ અને બોટનીકલ ગાર્ડન પર જબરદસ્ત નજારો જોવા મળ્યો છે. પ્રવાસીઓ વરસતા વરસાદમાં પણ સાપુતારામાં મોજ માણી રહ્યાં છે. જિલ્લાના તમામ પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ભીડને કારણે ઠેર ઠેર ટ્રાફિકજામ સર્જાયો છે.

રસ્તા પર પથ્થરો પડતાં રસ્તો બંધ થયો હતો

સાપુતારામાં ઘાટીમાર્ગમાં વરસાદને કારણે ભેખડ ધસી પડી હતી.રસ્તા પર પથ્થરો પડતાં રસ્તો બંધ થયો હતો. રસ્તા પર પથ્થરો પડતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં.જેના કારણે થોડા સમય સુધી રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી.તંત્ર દ્વારા પથ્થરો હટાવી રસ્તો ફરી કાર્યરત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીની વિગતો પ્રાપ્ત થઈ નથી. ડાંગ જિલ્લાના જોવાલાયક સ્થળો, નદી, તળાવ, ધોધ, ચેકડેમ વિગેરે સ્થળોએ કોઈ પણ વ્યકિતઓ કે પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ મુજબ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વી.કે.જોશીએ પ્રસિધ્ધ કર્યુ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0