Dang જિલ્લાના આહવા સનસેટ પોઈન્ટ પર સર્જાયા આહ્લાદક દ્રશ્યો, ધુમ્મસની ચાદર છવાઈ

ડાંગ જિલ્લાના આહવા સનસેટ પોઇન્ટ અને ઘાટમાં ધુમ્મસ ભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતુ,છેલ્લા ચાર દિવસથી પડતા વરસાદ બાદ ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો,આજે સવારથી નયનરમ્ય વાતાવરણ જોવા મળ્યું હતુ જેના કારણે પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો,ચોમાસાના અંતે ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળતા પ્રવાસીઓ પણ વહેલી સવારથી ફરવા નીકળી પડયા હતા. ગઈકાલે પણ પડયો હતો વરસાદ ડાંગ જિલ્લામાં ગઈકાલ સાંજથી સવાર સુધી વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો,ડાંગ એ કુદરતી સૌંદર્યથી ભરપૂર જિલ્લો છે અને ખાસ કરીને વરસાદની સિઝનમાં પ્રવાસીઓ સૌથી વધુ ડાંગ જિલ્લાની મુલાકાતે આવતા હોય છે અને કુદરતી સૌંદર્યની મજા માણતા હોય છે આજે વહેલી સવારથી વાતાવરણમાં બદલાવ આવતા પ્રવાસીઓ પણ ખુશ થયા હતા,જાણે ધુમ્મસની ચાદર છવાઈ હોય તેવી લાગણી અનુભવાતી હતી.અને ધુમ્મસ જોવા મળતા લોકો પણ ફોટો પડાવી મજા માણતા હતા. ધોધમાર વરસાદી માહોલ સર્જાયો હતો જિલ્લાના આહવા, વઘઈ, સુબીર એમ ત્રણેય તાલુકા અને સાપુતારા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદી માહોલ સર્જાયો હતો વરસાદને પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ગિરિમથક સાપુતારા ડુંગરોની હવેલી વચ્ચે ગિરિકંદરામાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ છે. ત્યારે આનંદ માણવા આવેલા પ્રવાસીઓને પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલ અદ્ભૂત નજારો જોવાનો અનેરો અવસર પ્રદાન થાય છે. સાપુતારા ખાતે અલાદક ધુમસ્ય વાતાવરણ સાથે વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે જિલ્લામાં અનેક જગ્યાએ કાળા ડીબાંગ વાદળો અને ગાજવીજ સાથે વરસાદનું જોર વધ્યું છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વાતાવરણમાં પલટો ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગે હજુ પણ ઉત્તર-દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં મેઘમંડાણ થવાને લઇ આગાહી કરી છે. રાજ્યમાં બે દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ વડોદરા, છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.  

Dang જિલ્લાના આહવા સનસેટ પોઈન્ટ પર સર્જાયા આહ્લાદક દ્રશ્યો, ધુમ્મસની ચાદર છવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડાંગ જિલ્લાના આહવા સનસેટ પોઇન્ટ અને ઘાટમાં ધુમ્મસ ભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતુ,છેલ્લા ચાર દિવસથી પડતા વરસાદ બાદ ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો,આજે સવારથી નયનરમ્ય વાતાવરણ જોવા મળ્યું હતુ જેના કારણે પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો,ચોમાસાના અંતે ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળતા પ્રવાસીઓ પણ વહેલી સવારથી ફરવા નીકળી પડયા હતા.

ગઈકાલે પણ પડયો હતો વરસાદ

ડાંગ જિલ્લામાં ગઈકાલ સાંજથી સવાર સુધી વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો,ડાંગ એ કુદરતી સૌંદર્યથી ભરપૂર જિલ્લો છે અને ખાસ કરીને વરસાદની સિઝનમાં પ્રવાસીઓ સૌથી વધુ ડાંગ જિલ્લાની મુલાકાતે આવતા હોય છે અને કુદરતી સૌંદર્યની મજા માણતા હોય છે આજે વહેલી સવારથી વાતાવરણમાં બદલાવ આવતા પ્રવાસીઓ પણ ખુશ થયા હતા,જાણે ધુમ્મસની ચાદર છવાઈ હોય તેવી લાગણી અનુભવાતી હતી.અને ધુમ્મસ જોવા મળતા લોકો પણ ફોટો પડાવી મજા માણતા હતા.


ધોધમાર વરસાદી માહોલ સર્જાયો હતો

જિલ્લાના આહવા, વઘઈ, સુબીર એમ ત્રણેય તાલુકા અને સાપુતારા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદી માહોલ સર્જાયો હતો વરસાદને પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ગિરિમથક સાપુતારા ડુંગરોની હવેલી વચ્ચે ગિરિકંદરામાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ છે. ત્યારે આનંદ માણવા આવેલા પ્રવાસીઓને પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલ અદ્ભૂત નજારો જોવાનો અનેરો અવસર પ્રદાન થાય છે. સાપુતારા ખાતે અલાદક ધુમસ્ય વાતાવરણ સાથે વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે જિલ્લામાં અનેક જગ્યાએ કાળા ડીબાંગ વાદળો અને ગાજવીજ સાથે વરસાદનું જોર વધ્યું છે.


ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વાતાવરણમાં પલટો

ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગે હજુ પણ ઉત્તર-દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં મેઘમંડાણ થવાને લઇ આગાહી કરી છે. રાજ્યમાં બે દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ વડોદરા, છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.