Rajkot: જેતપુરમાં ટ્રાફિક કર્મચારીઓ અને વચેટિયો 3500ની લાંચ લેતા ACBએ ઝડપ્યો
રાજકોટના જેતપુરમાં ટ્રાફિક કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. TRB અને વચેટિયો લાંચ લેતા રાજકોટ ACBએ રંગે હાથ ઝડપ્યો હતો. ગાડી ડિટેન નહીં કરવા માટે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ, જેતપુરમાં રાજકોટ ACB સફળ ટ્રેપમાં ટ્રાફિક કોન્સ્ટેબલ, ટ્રાફિક TRB અને અન્ય એક વ્યક્તિ લાંચ લેતા ઝડપાયો છે. ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ પ્રતીક દેવમુરારી, TRB વિક્રમ ચાવડા, અને અન્ય ખાનગી વ્યક્તિ જતીન રાજપરા લાંચ લેતા ઝડપાયા છે. બોલેરો પિકઅપ વાહન ચાલકને લાકડા ભરેલી ગાડી ડિટેન નહી કરવા અને હેરાનગતિ નહી કરવા માટે લાંચ માંગી હતી. દર મહિને વાહન ચાલક પાસેથી લાંચ માંગી હતી જે ફરિયાદી આપવા માંગતા ન હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. 3500 રૂપિયા લાંચ લેતા ટ્રાફિક TRB અને રાજશક્તિ પાનની દુકાન ધંધાર્થી રંગે હાથ ઝડપાયો છે. ટ્રાફિક કોન્સ્ટેબલ પ્રતીક દેવમુરારી સ્થળ પર હાજર ન હોવાથી પકડવા પર બાકી છે. રાજકોટ ACB એ બને ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટના જેતપુરમાં ટ્રાફિક કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. TRB અને વચેટિયો લાંચ લેતા રાજકોટ ACBએ રંગે હાથ ઝડપ્યો હતો. ગાડી ડિટેન નહીં કરવા માટે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, જેતપુરમાં રાજકોટ ACB સફળ ટ્રેપમાં ટ્રાફિક કોન્સ્ટેબલ, ટ્રાફિક TRB અને અન્ય એક વ્યક્તિ લાંચ લેતા ઝડપાયો છે. ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ પ્રતીક દેવમુરારી, TRB વિક્રમ ચાવડા, અને અન્ય ખાનગી વ્યક્તિ જતીન રાજપરા લાંચ લેતા ઝડપાયા છે. બોલેરો પિકઅપ વાહન ચાલકને લાકડા ભરેલી ગાડી ડિટેન નહી કરવા અને હેરાનગતિ નહી કરવા માટે લાંચ માંગી હતી.
દર મહિને વાહન ચાલક પાસેથી લાંચ માંગી હતી જે ફરિયાદી આપવા માંગતા ન હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. 3500 રૂપિયા લાંચ લેતા ટ્રાફિક TRB અને રાજશક્તિ પાનની દુકાન ધંધાર્થી રંગે હાથ ઝડપાયો છે. ટ્રાફિક કોન્સ્ટેબલ પ્રતીક દેવમુરારી સ્થળ પર હાજર ન હોવાથી પકડવા પર બાકી છે. રાજકોટ ACB એ બને ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક
ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.