Daman News: દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડસવાનો બુટલેગરોનો નવો કીમિયો, સ્પિન મોપની આડમાં લવાતો દારુ ઝડપાયો

Jul 30, 2025 - 17:30
Daman News: દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડસવાનો બુટલેગરોનો નવો કીમિયો, સ્પિન મોપની આડમાં લવાતો દારુ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા અપનાવવામાં આવતો વધુ એક નવો કીમિયો વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે નિષ્ફળ બનાવ્યો છે. એલસીબીએ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રકમા સ્પિન મોપના આડમાં ચોરીછૂપીથી લઈ જવાતો 23.51 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એલસીબીએ દારના જથ્થા સાથે એક ટ્રક અને ટ્રક ચાલકને પણ દબોચી લીધો હતો.

સ્પિન મોપના બોક્સની નીચેના ભાગે છુપાવેલો હતો વિદેશી દારૂ

વલસાડ જિલ્લા એલસીબીને બાતમી મળી હતી કે દમણથી એક ટ્રકમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ટ્રકને અટકાવી હતી. ટ્રકને અટકાવી તેની તલાસી લેતા તેમાં ઉપરના ભાગે સ્પિન મોપના બોક્સ ગોઠવેલા જોવા મળ્યા હતા. ટ્રકની તપાસ કરતા સ્પિન મોપના બોક્સની નીચેના ભાગે વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો મળ્યો હતો.

એલસીબીએ કુલ 23.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો 

એલસીબીએ આ વિદેશી દારૂ અને ટ્રક સહિત 23.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. એલસીબી દ્વારા દારૂની હેરાફેરી કરનાર ટ્રક ચાલકની પણ ધરપકડ કરવામાં આવી હતી. વલસાડ એલસીબીની આ મોટી કાર્યવાહીથી દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો કેવા નવા કીમિયાઓ અજમાવી રહ્યા છે તે ફરી એકવાર સ્પષ્ટ થયું છે. પોલીસે પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ દારૂના નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે એલસીબીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0