Daman: ચપ્પુ મારી લૂંટ કરીને ફરાર થયેલા આરોપીને પોલીસે ઝડપ્યો

દમણના કચીગામ ચાર રસ્તાથી ચેકપોસ્ટ વચ્ચે કંપનીથી છૂટીને આવતા કામદારને ચપ્પુ મારી લૂંટ કરીને ફરાર થનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છૂટક મજૂરી કરે છે અને દારૂની ટેવવાળો હોય રૂપિયા માટે લૂંટ ચલાવી હતી.આરોપી દિનેશને પેટના ભાગે ચાકુના ત્રણ ઘા મારી થયો હતો ફરાર દમણના કચીગામ મુખ્યમાર્ગની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં શુક્રવારે રાત્રિના સમયે પ્લાસ્ટ ઈન્ડિયા કંપનીમાંથી નોકરી કરીને પરત આવી રહેલા દિનેશ વિજયભાઈ બહાદુરને એક વ્યક્તિએ રસ્તામાં અટકાવી તેમની પાસેથી રૂપિયાની માગણી કરી હતી. ઝાડીની અંદર ખેંચી આરોપીએ ખિસ્સામાંથી રૂપિયા કાઢવા કહેતા તેમણે ઈન્કાર કરતા યુવકે દિનેશને પેટના ભાગે ચાકુના ત્રણ ઘા કરી ફરાર થઈ ગયો હતો. જે બાદ ઈજાગ્રસ્ત દિનેશ ત્યાંથી પોતાના ઘરે પરમ રેસીડેન્સી પર પહોંચતા તેમની હાલત જોઈ લોકોએ 108 થકી સરકારી હોસ્પિટલમાં ખસેડતા સારવાર શરૂ કરાઈ હતી. પોલીસે 100થી વધુ સીસીટીવી કેમેરાની ચકાસણી કરી સમગ્ર બનાવ અંગે પોલીસમાં ફરિયાદ કરતા કચીગામ પોલીસે 100થી વધુ સીસીટીવી કેમેરાની ચકાસણી કરી હતી. જેમાં વાપી અપના ઘર સોસાયટીમાં રહેતા મોહમ્મદ ઈસરાઈની મોહમ્મદ બાબુજાનની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપી મોહમ્મદ ઈસરાઈની ધરપકડ કરી હતી. દમણ પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તે છૂટક મજૂરીનું કામ કરે છે અને દારૂ પીવાની ટેવવાળો છે. રૂપિયાની જરૂરિયાત હોવાથી તેણે કામદાર પર ચપ્પુથી હુમલો કર્યો હતો.

Daman: ચપ્પુ મારી લૂંટ કરીને ફરાર થયેલા આરોપીને પોલીસે ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દમણના કચીગામ ચાર રસ્તાથી ચેકપોસ્ટ વચ્ચે કંપનીથી છૂટીને આવતા કામદારને ચપ્પુ મારી લૂંટ કરીને ફરાર થનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છૂટક મજૂરી કરે છે અને દારૂની ટેવવાળો હોય રૂપિયા માટે લૂંટ ચલાવી હતી.

આરોપી દિનેશને પેટના ભાગે ચાકુના ત્રણ ઘા મારી થયો હતો ફરાર

દમણના કચીગામ મુખ્યમાર્ગની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં શુક્રવારે રાત્રિના સમયે પ્લાસ્ટ ઈન્ડિયા કંપનીમાંથી નોકરી કરીને પરત આવી રહેલા દિનેશ વિજયભાઈ બહાદુરને એક વ્યક્તિએ રસ્તામાં અટકાવી તેમની પાસેથી રૂપિયાની માગણી કરી હતી. ઝાડીની અંદર ખેંચી આરોપીએ ખિસ્સામાંથી રૂપિયા કાઢવા કહેતા તેમણે ઈન્કાર કરતા યુવકે દિનેશને પેટના ભાગે ચાકુના ત્રણ ઘા કરી ફરાર થઈ ગયો હતો. જે બાદ ઈજાગ્રસ્ત દિનેશ ત્યાંથી પોતાના ઘરે પરમ રેસીડેન્સી પર પહોંચતા તેમની હાલત જોઈ લોકોએ 108 થકી સરકારી હોસ્પિટલમાં ખસેડતા સારવાર શરૂ કરાઈ હતી.

પોલીસે 100થી વધુ સીસીટીવી કેમેરાની ચકાસણી કરી

સમગ્ર બનાવ અંગે પોલીસમાં ફરિયાદ કરતા કચીગામ પોલીસે 100થી વધુ સીસીટીવી કેમેરાની ચકાસણી કરી હતી. જેમાં વાપી અપના ઘર સોસાયટીમાં રહેતા મોહમ્મદ ઈસરાઈની મોહમ્મદ બાબુજાનની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપી મોહમ્મદ ઈસરાઈની ધરપકડ કરી હતી. દમણ પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તે છૂટક મજૂરીનું કામ કરે છે અને દારૂ પીવાની ટેવવાળો છે. રૂપિયાની જરૂરિયાત હોવાથી તેણે કામદાર પર ચપ્પુથી હુમલો કર્યો હતો.