Dahod:નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ખેલ મહાકુંભ-2025નો શુભારંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે નેશનલ સ્પોર્ટ્સ ડે - 2025ની ઉજવણી દાહોદ શહેરમાં નવો આકાર પામી રહેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, દાહોદને સ્માર્ટ સીટી હેઠળ આવરી લેવાના કારણે દાહોદ જિલ્લાની કાયાપલટ થઇ રહી છે. જેથી કરીને પહેલી દાહોદ ની ધરતી પર નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવાનો અવસર પ્રાપ્ત થઇ રહ્યો છે. દાહોદના સૌ ખિલાડીઓ પોતાની રુચિ મુજબ રમતોમાં ભાગ લઇ પોતાનાપરિવાર અને દાહોદ ની સાથે ગુજરાતનું નામ પણ રોશન કરે તેવી અભ્યર્થના કરી હતી. કલેકટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, સ્પોર્ટ્સ એ આપણા સર્વાંગી વિકાસ માટે ખુબ જ જરૂરી છે. સરકાર પણ રમત ગમત ક્ષેત્રે ખિલાડીઓને પૂરતું પ્લેટફોર્મ મળી રહે એ માટે સતત પ્રયત્ન કરી રહી છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ ઓલમ્પિક મૂલ્યોને આત્મસાત કરવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારબાદ સાંસદ જશવંતસિંહ ભાભોર, કલેકટર સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા ફૂટબોલ અને 100 મીટરની દોડનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
What's Your Reaction?






