Dahod: ભાજપમાંથી બળવો કરી કોંગ્રેસની ટિકિટ મેળવનારે ફોર્મ પરત ખેંચ્યું

Apr 16, 2026 - 01:00
Dahod: ભાજપમાંથી બળવો કરી કોંગ્રેસની ટિકિટ મેળવનારે ફોર્મ પરત ખેંચ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લીમખેડા તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પક્ષપલટા અને નારાજગીના દોર વચ્ચે અંતે સમીકરણો એવા પલટાયા છે કે વિપક્ષી છાવણીમાં સોપો પડી ગયો છે. ટિકિટની ખેંચતાણથી શરૂ થયેલો આ ખેલ હવે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા સુધી પહોંચતા લીમખેડા બેઠક પર ભાજપની પકડ વધુ મજબૂત બની હોવાનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

લીમખેડા તાલુકા પંચાયતની સામાન્ય સ્ત્રી અનામત બેઠક પરથી ટીનાબેન મુકેશભાઈ પ્રજાપતિ ભાજપની ટિકિટ મેળવવા પ્રબળ દાવેદાર હતા. જોકે, ભાજપે તેમને ટિકિટ ના આપતા ભાજપ સાથે છેડો ફડી કોંગ્રેસમાં જોડાયા હતા. અને કોંગ્રેસે પણ આ તકનો લાભ લઈ ભાજપના ગઢમાં ગાબડું પાડવા ટીનાબેનને સત્તાવાર ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. દરમિયાન ટીનાબેને આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસમાં સોંપો પડી ગયો હતો.

કોંગ્રેસ હવે રણમેદાનમાં સૈનિક વગરના સેનાપતિ જેવી સ્થિતિમાં મુકાઈ ગયો છે. જ્યારે ભાજપ માટે જીતનો માર્ગ સરળ બની ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0