Dahod: પરિણીત મહિલાને અર્ધનગ્ન કરી વરઘોડો કાઢવાની ઘટનાના રાજ્યમાં ઉગ્ર પડઘા..

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દાહોદમાં પરિણીત મહિલા પર અમાનુષી અત્યાચારના રાજ્યમાં ઉગ્ર પડઘા પડ્યા. શાસક પક્ષ સહિત અન્ય રાજકીય પક્ષોએ ઘટનાને વખોડી. દાહોદ ઘટનાને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી તેમજ આપ નેતા ઇસુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર કરતાં સમગ્ર મામલે તટસ્થ કાર્યવાહીની માંગ કરી. જયારે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે દાહોદ ઘટનાની નિંદા કરતાં અત્યાચાર આચરના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈને પણ બક્ષવામાં નહીં આવે. આ ગુનામાં સામેલ 15 આરોપીની અટકાયત કરવામાં આવી હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું.
- દાહોદમાં પરિણીત મહિલા પર અત્યાચારમાં કાર્યવાહી
- 4 મહિલા સહિત 12 આરોપીની કરી ધરપકડ
- સંજેલીમાં અર્ધનગ્ન કરીને કાઢ્યો હતો વરઘોડો
- સસરા સહિત 15 વ્યક્તિ સામે નોંધાયો ગુનો
દાહોદની ઘટના આજના શિક્ષિત સમાજને શર્મસાર કરતી ઘટના છે. દાહોદના એક ગામમાં પરિણીતા પર અમાનુષી અત્યાચાર કરાયો. ગામ લોકોએ મહિલાને અર્ધનગ્ન હાલતમાં ફેરવી હતી. એટલું જ નહિ, તેને બાઈક પાછળ સાંકળથી બાંધી વરઘોડો કાઢ્યો હતો. દાહોદની ઘટનાને ગરવી ગુજરાત અને ગૌરવવંતા ગુજરાત માટે કલંક સમાન છે.ગુજરાત મહિલાઓ માટે સુરક્ષિત હોવાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. દાહોદની પરિણીતાને તાલિબાની ક્રૂર સજા આપવામાં આવી.
રાજકીય પક્ષોના ભાજપ પર પ્રહાર
મનીષ દોશી
આ ઘટનાને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા છે.આ ખૂબ જ દુ:ખદ ઘટના છે. તેમણે કહ્યું કે, સરકાર સામાન્ય લોકોના વરઘોડા કાઢી વાહવાહી લૂંટે છે, વાહવાહી લૂંટવાના બદલે તટસ્થ કાર્યવાહી થાય તેવી માગ કરી છે.વિકાસની બાંગો ફૂકનાર ભાજપની આ નિષ્ફળતા છે. હું સરકારને અપીલ કરું છું કે આવી વહાવાઈ લૂંટવાના બદલે તટસ્થ કાયદાકીય વ્યવસ્થા કરવામાં આવે જેથી અસામાજિક ઈસમોમાં એક ડર ઉભો થાય.
ચૈતર વસાવા
આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ઘટનાને લઈ દુ:ખદ વ્યક્ત કરતા કહ્યું કે, રાજ્યમાં કાયદાની સ્થિતિ કથળી હતી હવે માનવતાની સ્થિતિ પણ કથળી રહી છે. મહિલા-દીકરીઓ હવે આ રાજ્યમાં સલામત નથી.કારણ કે થોડા દિવસ પૂર્વ અંહી પોતાની ફરજ બજાવનાર મહિલાનો પણ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. લાગે છે કે હવે ગુજરાતમાં વરરાજા નહીં પણ મહિલાઓના વરઘોડા કાઢવાની પરંપરા શરૂ થઈ છે. મહિલાઓ જરા અવાજ ઉઠાવે ત્યાં તેમનું નાક દબાવવામાં આવે છે. અંતે વાત ચીરહરણ સુધી પંહોચી જાય છે. આખરે ક્યારે બંધ થશે મહિલાઓનું ચીરહરણ..
ઇસુદાન ગઢવી
ગુજરાતમાં મહિલાને અર્ધનગ્ન કરી સરઘસ કાઢવા મુદ્દે ઇસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે મહિલા સન્માનની વાતો કરતા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શું કરી રહ્યા છે? હત્યા અને બળાત્કાર જેવી ઘટનાઓ તો હવે ગુજરાતમાં સામાન્ય થઈ ગઈ છે. આ ઘટના પર મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોતાની જવાબદારી સ્વીકારે અને કડક કાર્યવાહી કરે અથવા રાજીનામું આપે તેવી માંગ કરી.
ઋષિકેષ પટેલ : કાયદો સર્વોપરી
દાહોદની ઘટનાના રાજ્યમાં ઉગ્ર પડઘા પડ્યા. મહિલા પર અમાનુષી અત્યાચારની ઘટના આજે મીડિયામાં સામે આવતાં રાજકીય પક્ષોએ ભાજપ પર પ્રહાર કર્યા. આ મુદ્દે ઋષિકેષ પટેલનું નિવેદન સામે આવ્યું છે. ઋષિકેશ પટેલે દાહોદની ઘટનાને વખોડતાં સમાજ માટે શરમજનક ગણાવી. ગૃહ વિભાગે સુઓમોટો કરીને ફરિયાદ દાખલ કરી. અને 15 આરોપીઓને પકડી લેવામાં આવ્યા. મહિલાના અપમાનને લઈને થતી આ ઘટનામાં સખત કાર્યવાહી કરાશે. કાનૂન સર્વોપરી છે મહિલા પર અત્યાચાર કરનાર કોઈપણ શખ્સને માફી મળશે નહીં. મહિલા પર અત્યાચાર મુદ્દે ભાજપના મહિલા નેતા શ્રદ્ધા રાજપૂતે પણ ઘટનાની નિંદા કરતાં એ પણ ચિંતા વ્યક્ત કરી કે બનાવ વખતે કોઈ મહિલા બચાવમાં કેમ સામે ના આવી.
અનેક સવાલો
મીડિયામાં સામે આવેલ દ્રશ્યો પરથી ખ્યાલ આવે છે કે દાહોદમાં પરિણીત મહિલાની ઘટનામાં મહિલાઓ દ્વારા જ મહિલા પર અત્યાચાર કરાયો અને તેમાં પરીવારના પુરુષોએ સાથ આપ્યો. આ ઘટનાને લોકોના મનમાં અનેક સવાલ ઉઠી રહ્યા છે. ગામના વડીલોએ પણ આ ઘટનાને કેમ ના અટકાવી ? કેમ ગામની અન્ય મહિલાઓ બચાવમાં ના આવી. કેમ લોકો દ્વારા મહિલાનો વીડિયો ઉતારવામાં આવ્યો ? શું આ છે ગુજરાત જેની વૈશ્વિક વિકાસની વાતો થાય છે ? શું આ રીતે ગુજરાત વિકાસ કરશે ? શું ખરેખર મહિલાઓ માટે ગુજરાત સુરક્ષિત છે ?
What's Your Reaction?






