Dahod: દાહોદમાં પતંગની દોરીથી વ્યક્તિનું ગળું કપાયું, ગળાના ભાગે 15 ટાંકા આવ્યા

Jan 13, 2025 - 18:00
Dahod: દાહોદમાં પતંગની દોરીથી વ્યક્તિનું ગળું કપાયું, ગળાના ભાગે 15 ટાંકા આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ પતંગની દોરી ઘાતક બની રહી છે. અમદાવાદ, મહેસાણા અને નડિયાદમાં પણ પતંગની દોરીને ગળામાં આવતા લોકોના મોત થયા છે તો અનેક ઘાયલ થાય છે. તેવામાં દાહોદમાં પતંગની દોરીથી વ્યક્તિનું ગળું કપાયું હોવાની ઘટના સામે આવી છે.

હાઇકોર્ટના આદેશ બાદથી રાજ્યભરમાં કાચથી પતંગની દોરી માંજતા કારીગરો-સંચાલકો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે દાહોદમાં પતંગના દોરાથી યુવકનું ગળું ચીરાતા હાલ તે હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ છે. જેમ જેમ ઉત્તરાયણ નજીક આવતી જાય છે, તેમ નિયમીત રીતે પગંતના દોરા વડે ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જે ચિંતાનજક બાબત છે. 

દાહોદમાં પતંગની દોરીથી વ્યક્તિનું ગળું કપાયું હોવાની ઘટના સામે આવી છે. દાહોદના પુસરી નજીક ઇન્દોર હાઇવે નજીક બાઇક ચાલકના ગળામાં દોરી આવતા ઘાયલ થયો હતો. બાઈક ચાલક કમજીભાઈ મેડાને ગળાના ભાગમાં 15 ટાંકા આવ્યા છે. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.

દોરા વડે ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓ વધી

વડોદરામાં કાચના દોરી પર પ્રતિબંધના નિયમનું સખ્તાઇ પૂર્વક પાલન કરવામાં આવી રહ્યું છે. પોલીસ કમિશનરે વેપારીઓ સાથે મુલાકાત કરીને તેમને આ અંગેની જાણકારી આપી હતી. ત્યાર બાદ એક પછી એક વેપારીઓ-કારીગરો પર તવાઇ આવી હતી. અને ચાઇનીઝ દોરા તથા કાચથી દોરી માંજનારાઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ વચ્ચે પગંતના દોરા વડે ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. વડોદરામાં ડિસેમ્બર માસથી જ પતંગના દોરા વડે મૃત્યુ તથા ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં વડોદરાના નાગરવાડા વિસ્તારમાં રહેતો હિતેશ ચાવડા બાઇક પર સુપર બેકરીથી ગધેડા માર્કેટ તરફ જઇ રહ્યા હતા. દરમિયાન પગંતનો દોરો ગળામાં ભરાતા મોટો ચીરો પડી ગયો હતો. અને લોહી નીકળવાનું શરૂ થઇ ગયું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0